Mohali University: મોહાલીમાં યુનિવર્સિટીની ગર્લ સ્ટૂડન્ટ્સના નહતા વીડિયો વાયરલ કરવા મામલે પોલીસે આરોપી વિદ્યાર્થીનીની ધરપકડ કરી લીધી છે. આરોપી વિદ્યાર્થીનીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે તેણે માત્ર પોતાનો વીડિયો જ મોકલાવ્યો છે. અન્ય કોઈ વિદ્યાર્થીનીનો વીડિયો નથી બનાવ્યો. ત્યારે આ મામલે યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તેણે 50 થી વધુ વિદ્યાર્થીનીના નહાતા સમયના વીડિયો બનાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ફર્સ્ટ યરની એક વિદ્યાર્થીએ જણાવ્યું કે આરોપી વિદ્યાર્થીનીએ એમબીએનો અભ્યાસ કરી રહી છે. તેણે વોશરૂમમાં મોબાઈલ મુકી 50 થી વધુ વિદ્યાર્થીનીના નહાતા સમયના વીડિયો બનાવ્યા છે. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, આરોપીએ તેના બોયફ્રેન્ડને વીડિયો શેર કર્યા છે.


વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, ગર્લ્સ હોસ્ટેલ પહેલા બોયઝ હોસ્ટેલ હતું. ત્યારબાદ તેને ગર્લ્સ હોસ્ટેલમાં ફેરવવામાં આવ્યું છે. જોકે, અત્યારે પણ ત્યાં ઘણા બોયઝ રહે છે. વિદ્યાર્થીનીએ દાવો કર્યો છે કે હોસ્ટેલ વોર્ડન અને અન્ય અધિકારીઓ આ મામલાને પતાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જે બાદ અમે વિરોધ પ્રદર્શન કર્યું. આ પહેલા મોહાલીના એસએસપી વિવેક સોનીએ કહ્યું હતું કે, આરોપી સ્ટૂડન્ટ્સે પૂછપરછમાં જણાવ્યું કે તેણે કોઈ વિદ્યાર્થીનીનો વીડિયો રેકોર્ડ કર્યો નથી. તેણે માત્ર પોતાનો જ વીડિયો રેકોર્ડ કરી મોકલાવ્યો હતો. એસએસપીના જણાવ્યા અનુસાર આરોપીનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube