ઝી બ્યૂરો, અમદાવાદઃ વિશ્વભરમાં જ્યારથી કોરોનાનો કહેર પ્રસર્યો છે ત્યારથી એક સંસ્થા ખુબ જ વિવાદમાં છે. આ સંસ્થા છે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO). કોરોના વાયરસ પર રિસર્ચ, તે અંગેની જાણકારી તેમજ લોકોને સાવચેત રાખવા માટે WHO રાત દિવસ કામ કરે છે. તેવામાં હવે WHOએ એક એપ લોંચ કરી છે. આ એપ લોકોને કોરોનાની તમામ માહિતી આપશે. જોકે અન્ય એપ્સની જેમ આ એપમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ ફીચર નથી આપવામાં આવ્યું. આ એપમાં કોરોના વાયરસના તમામ સમાચાર તેમજ સુરક્ષા માટેની સલાહમાં આપવામાં આવી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

COVID-19 Updates App કેવી રીતે કામ કરે છે?
એપને ઈન્સ્ટોલ કર્યા પછી જ્યારે પણ એપમાં લોકેશન સેટ કરવામાં આવે છે તેના પછી એપમાં તમારા વિસ્તારના કે પછી શહેર કે જિલ્લાના કોરોનાને લાગતા તમામ સમાચાર બતાવવામાં આવે છે. એટલું જ નહીં પણ હોમ સ્ક્રિન પર તમારા દેશના અને વિશ્વના તમામ કોરોનાના કેસનો આંકડો બતાવવામાં આવે છે. આ એપમાં રીયલ ટાઈમ નોટિફિકેશન અને અપડેટ્સ આપવામાં આવે છે. 


દૂધ પીવાની આ છે સાચી રીત, તમામ પૌષ્ટિક ગુણોનો મળશે તમને લાભ

એપમાં ચેકઅપ ટેબ પણ છે જેનામાં  COVID 19ના લક્ષણો અંગે પણ માહિતી બતાવામાં આવી છે. એપમાં LEARN ઓપ્શનમાં જશો તો પ્રવાસ અંગે પણ સલાહ આપવામાં આવી છે. એપને સ્ક્રોલ કરવા પર કોરોનાથી બચવા માટે સ્વચ્છતા અંગેની પણ માહિતી આપવામાં આવી છે. એટલું જ નહીં પણ એપમાં કોરોના વાયરસ અંગેના તમામ સવાલના જવાબ પણ એપમાં બતાવામાં આવ્યા છે. 


WHOની આ એપ હાલ નાજીરીયામાં જ ઉપ્લબ્ધ છે. પરંતુ ધીરે ધીરે કરીને આ એપ અન્ય દેશોમાં પણ લોંચ કરવામાં આવશે. મહત્વનું છે કે આખુ વિશ્વ જ્યારે કોરોના સામે લડી રહ્યું છે તેવામાં ભારતમાં પણ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. WHOની એપ હજુ સુધ ભારતમાં લોંચ કરવામાં નથી આવી પરંતુ તે પહેલા જ કોરોનાના કહેરની શરૂઆતમાં જ ભારત સરકારે આત્મનિર્ભર ભારત મિશન અંતર્ગત આરોગ્ય સેતું એપને લોંચ કરી હતી જેમાં દેશના તેમજ તમારી આસપાસના વિસ્તારમાં કઈ જગ્યાએ કોરોનાના પેશન્ટ છે તે અંગેની તમામ માહિતી આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube