India Coronavirus Deaths: WHO નો દાવો, કોરોનાથી ભારતમાં 47 લાખ લોકોના મોત, સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- ખોટા આંકડા
WHO Claims Wrong Data: વિશ્વ આરોગ્ય સંસ્થાએ આજે કોરોનાને લીધે વિશ્વભરમાં થયેલા મોતના આંકડા જાહેર કર્યાં છે. તે પ્રમાણે ભારતમાં 47 લાખ લોકોના મોત થયા છે, ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ આંકડાને ખોટા ગણાવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંકટ દરમિયાન મૃત્યુ પામેલા લોકોના આંકડા વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યા છે. હવે સ્વાસ્થ્ય મંત્રાલયે ડબ્લ્યૂએચઓએ કોરોનાથી થનારા મોતના આંકડાની ગણતરી કરવા માટે ઉપયોગ કરેલા ગણિતીય મોડલના ઉપયોગનો ખંડન કરતા કહ્યું કે, આ આંકડા વાસ્તવિકતા કરતા અલગ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં જન્મ-મૃત્યુની નોંધણી માટે એક મજબૂત સિસ્ટમ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે વિશ્વ આરોગ્ય સંસ્થાની ડેટા સંગ્રણની સિસ્ટમને સાંખ્યિકીય રૂપથી અસ્વસ્થ અને વૈજ્ઞાનિક રૂપથી શંકાસ્પદ ગણાવી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2021 વચ્ચે ભારતમાં કોરોનાથી 47 લાખ લોકોના મોત થયા છે. આ આંકડા ભારતના સત્તાવાર આંકડા કરતા 10 ગણા છે અને વિશ્વમાં થયેલા મોતના ત્રીજા ભાગના છે. આ આંકડા પ્રમાણે વિશ્વમાં કોરોનાથી કુલ 15 મિલિયન મોત કોરોનાને કારણે થયા છે. આ સત્તાવાર આંકડા 6 મિલિયનથી બમણાથી પણ વધુ છે.
આ પણ વાંચોઃ આ છે ચીનની તસવીર, લોકોને પકડી-પકડીને કરવામાં આવી રહ્યાં છે કોરોના ટેસ્ટ, Video
ભારતમાં કેટલા લોકોના થયા મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોનાને લીધે 5 લાખ 20 હજાર મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, ભારતે ડબ્લ્યૂએચઓની જે વાત પર સતત સવાલ ઉઠાવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું કે ભારતીય રાજ્યોના સંબંધમાં ડેટા મીડિયા રિપોર્ટ્સ, વેબસાઇટો અને ગણિતીય મોડલ દ્વારા ભેગા કરવામાં આવ્યાં છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાની સિસ્ટમ ખરાબ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતના મામલામાં વધુ મૃત્યુદરનું અનુમાન લગાવવા માટે ડેટાની સંગ્રહ સિસ્ટમ ખુબ ખરાબ અને વૈશ્વિક રૂપથી શંકાસ્પદ પદ્ધતિ છે. મંત્રાલયે કહ્યું કે, આ મોડલ પર ભારતના વિરોધ છતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ સંબોધિત કર્યા વગર આ અનુમાન જાહેર કર્યું છે.
આ પણ વાંચોઃ COVID-19: વિશ્વમાં અત્યાર સુધી કેટલા લોકોના કોરોનાથી થયા મોત? WHOએ લગાવ્યું અનુમાન
શું છે વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે છેલ્લા બે વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકોના કોરોના વાયરસ કે સ્વાસ્થ્ય સિસ્ટમ પર પડેલા તેના પ્રભાવના કારણે જીવ ગુમાવ્યા છે. આ દેશો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા સત્તાવાર આંકડા 60 લાખ મોત કરતા વધુ છે. મોટા ભાગના મોત દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકામાં થયા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube