નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટનાં આગામી ચીફ જસ્ટિસ કોણ હશે ? જ્યારે આ સવાલ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને કરવામાં આવ્યા તેમણે કહ્યું કે, સરકારની નીયત પર શંકા ન કરવી જોઇએ. સોમવારે કાયદા મંત્રીએ સરકારને ચાર વર્ષના કામકાજના લેખાજોખા રજુ કર્યા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને પુછવામાં આવ્યા કેશું જસ્ટિસ રંજન ગોગોઇ સુપ્રીમ કોર્ટનાં આગામી ચીફ જસ્ટિસ હશે ? આ અંગે પ્રસાદે કહ્યું કે, હાલનાં ચીફ જસ્ટિસ પોતાનાં ઉત્તરાધિકારીનાં નામની ભલામણ કરે છે, તે પરંપરાગત્ત રહી છે. ભલામણ બાદ જ સરકાર તેને જોશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયદા મંત્રીએ કહ્યું કે, ભલામણને આવવા દેવામાં આવશે. સરકારની નીયત અંગે કોઇને શંકા ન હોવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, હાલનાં ચીફ જસ્ટિસનાં તંત્રના કામકાજ અને કેસ ફાળવણી મુદ્દે ચાર સીનિયર જજોએ સવાલ ઉઠાવતા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ જજોમાં જસ્ટિસ જે.ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ મદન બી લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફનો સમાવેશ થયો હતો. 

કાયદામંત્રીએ જજોની નિયુક્તિ માટે બનાવવામાં આવેલા MOP (મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર) અંગે કહ્યું કે, તે અંગે વાતચીત ચાલી રહી છે અને હાલ ફાઇનલ થઇ શક્યું. આ અંગે ચીફ જસ્ટિસની આગેવાની વાળી કોલેજિયમે પોતાની ભલામણ સરકરને મોકલી રાખી છે અને ફાઇલ સરકાર પાસે છે. 

આધારનો ચુકાદો વિરુદ્ધ ગયો તો ? 
આધાર અંગે કાયદા મંત્રીને પુછવામાં આવ્યું કે, સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેન્ચની સામે આધારની સંવૈધાનિક યોગ્યતાનો કેસ લંબિત છે. એવામાં જો ચુકાદો સરકારની યોજના વિરુદ્ધ આવે છે તો સ્કીમનું શું થશે. આ અંગે રવિશંકર પ્રસાદે કહ્યું કે આ સવાલ જ કાલ્પનિક છે. આ વાત બધાની સામે છે. 121 કરોડ લોકોએ આધાર માટે રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. 59 કરોડ 95 લાખ લોકોએ પોતાનાં 87 કરોડ 79 લાખ બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરેલ છે તેવામાં આધારની ઉપયોગીતા સાબિત થઇ ચુકી છે. આધારનો ડેટા ફુલપ્રુફ થવાના સવાલ અંગે તેમણે કહ્યું કે, આધાર માટે એકત્ર કરેલ ડેટાની ચૂંટણી વગેરેમાં ખોટો ઉપયોગને સહન નહી કરવામાં આવે.