કોણ બનશે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી? મોડી સાંજે યોજાનાર બેઠકમાં નિર્ણય લેશે PM મોદી અને અમિત શાહ
ઉત્તરાખંડના નવા મુખિયા કોણ હશે? રવિવારે દિવસ ભર તેને લઈને અટકળોનો દોર ચાલી રહ્યો હતો. ભાજપ હાઈકમાન્ડ રાજ્યની કમાન કોને સોંપશે તેનો ખુલાસો સોમવારે સાંજે 4.30 કલાકે જ ખબર પડશે.
Uttrakhand Latest News: ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી કોણ હશે તે અંગે મંથન ચાલી રહ્યું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે પુષ્કર સિંહ ધામીની ખટીમાથી હારી જવાના કારણે મુખ્યમંત્રીના ચહેરા પર પેચ ફસાયેલો છે.
ઉત્તરાખંડના નવા મુખિયા કોણ હશે? રવિવારે દિવસ ભર તેને લઈને અટકળોનો દોર ચાલી રહ્યો હતો. ભાજપ હાઈકમાન્ડ રાજ્યની કમાન કોને સોંપશે તેનો ખુલાસો સોમવારે સાંજે 4.30 કલાકે જ ખબર પડશે. સોમવારે સાંજે 4 વાગે બીજેપી ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં તમામ સાંસદોને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એટલે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટાયેલા ધારાસભ્યો સિવાય કોઈ પણ સાંસદ મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ શકે છે.
ઉત્તરાખંડ માટે નિરીક્ષક બનાવવામાં આવેલા રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સહ-નિરીક્ષક વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી સોમવારે સવારે 1.30 વાગ્યે વિશેષ વિમાન દ્વારા દેહરાદૂન પહોંચશે. અગાઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યપાલક મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, પાર્ટી અધ્યક્ષ મદન કૌશિકની સાથે વાતચીત કરી હતી.
મોડી રાત્રે બેઠક કરશે પીએમ મોદી
હરિદ્વારના સાંસદ રમેશ પોખરિયાલ નિશંક સાથે પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. હવે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને રાષ્ટ્રીય મહાસચિવ સંગઠન બીએલ સંતોષની બેઠક થશે. જેમાં નવા સીએમનું નામ નક્કી કરવામાં આવશે. ત્યારબાદ સોમવારે સવારે 11 વાગ્યે તમામ નવા ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવશે. પ્રોટેમ સ્પીકર બંશીધર ભગત તમામ ધારાસભ્યોને શપથ લેવડાવશે. પછી, 4 વાગે ઉત્તરાખંડ માટે નિરીક્ષક બનાવવામાં આવ્યા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સહ-નિરીક્ષક વિદેશ રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીની હાજરીમાં ધારાસભ્ય પક્ષની બેઠક થશે.
સાંસદોમાંથી કોઈને બનાવવામાં આવી શકે છે મુખ્યમંત્રી
આ બેઠકમાં રાજ્યના પાંચ લોકસભા અને બે રાજ્યસભાના સાંસદો પણ હાજર રહેશે. તેનાથી તેવી અટકળો પણ લગાવવામાં આવી રહ્યા છે કે વર્તમાન સાંસદોમાંથી કોઈપણને રાજ્યની કમાન સોંપવામાં આવી શકે છે. સાંજે 4.30 કલાકે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવામાં આવશે.
જો ચૂંટાયેલા ધારાસભ્યોની વાત કરીએ તો ડૉ.ધન સિંહ રાવત પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે સાંસદોમાંથી અનિલ બલુની અને અજય ભટ્ટના નામ લેવામાં આવી રહ્યા છે. નવી કેબિનેટને લઈને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી તમામ સમીકરણો જોઈને નામ નક્કી કરશે. આ વખતે કેટલાક પૂર્વ મંત્રીઓને કેબિનેટમાંથી બહાર કરવામાં આવી શકે છે. ગુજરાતની તર્જ પર યુવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે તેવું માનવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube