Presidential Candidate: વિપક્ષ તરફથી કોણ હશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર? જાણો ટોપ પર કોનું છે નામ
ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. ટૂંક સમયમાં સત્તાપક્ષ એટલે કે એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. પરંતુ પ્રશ્ન એ છે કે શું વિપક્ષી દળ પણ રાષ્ટ્રપતિના ઉમેદવાર ઉતારશે અથવા એનડીએના ઉમેદવાર પર જ સર્વ સહમતિ બનશે.
Presidential Candidate: ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. ટૂંક સમયમાં સત્તાપક્ષ એટલે કે એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. પરંતુ પ્રશ્ન એ છે કે શું વિપક્ષી દળ પણ રાષ્ટ્રપતિના ઉમેદવાર ઉતારશે અથવા એનડીએના ઉમેદવાર પર જ સર્વ સહમતિ બનશે.
ગુલામ નબી આઝાદનું નામ સામે આવ્યું
કોંગ્રેસ પાર્ટીના એક સિનિયર નેતાના અનુસાર પાર્ટી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામને લઇને વિપક્ષો દળોમાં સહમતિ બનાવવાનો પ્રયત્ન કરશે. કોંગ્રેસ નેતાના અનુસાર ઉમેદવાર કોંગ્રેસનો હશે અથવા ટીએમસીનો. સૂત્રોના અનુસાર કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે ગુલાબ નબી આઝાદના નામ પર પાર્ટીના પ્લેટફોર્મ પર ચર્ચા થઇ ચૂકી છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે ગુલાબ નબી આઝાદના નામ પર વિપક્ષી દળોમાં સામાન્ય સહમતિ બનવી સરળ રહેશે. આઝાદ લાંબા સમય સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે અને તેમના વિપક્ષી નેતાઓ સાથે સારા સંબંધ છે. પરંતુ હજુ સુધી આ નામ ફાઇનલ થયું નથી.
વિપક્ષ મજબૂતી સાથે લડી શકે છે ચૂંટણી
જો કોંગ્રેસના નામ પર વિપક્ષી દળોમાં સહમતિ બનતી નથી તો ટીએમસીમાંથી પણ વિપક્ષી ઉમેદવારોના નામ આવી શકે છે. જો તે નામ પર બાકી વિપક્ષી દળોની સહમતિ બને છે તો કોંગ્રેસ પાર્ટી પણ તેનું સમર્થન કરી શકે છે. કોંગ્રેસ પાર્ટીને એવું લાગે છે કે આવી સ્થિતિમાં વિપક્ષ મજબૂતી સાથે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે. કોંગ્રેસના એક સિનિયર નેતાનો દાવો છે કે એનડીએ પાસે 48.5 ટકા વોટ છે જ્યારે બિન એનડીએ પક્ષોની વોટની સંખ્યા 51.5 ટકા છે.
ફક્ત યુપીએના પક્ષોના વોટ લગભગ 24 થી 25 ટકા છે. તમામ વિપક્ષી દળોને ભેગા કરીએ તો પણ લગભગ 47 ટકા સુધી પહોંચે છે. કોંગ્રેસના નેતાના અનુસાર બધુ જ BJD અને YSR Congress ના વલણ પર નિર્ભર કરશે. કારણ કે આ બંને દળોના વોટ લગભગ 4% છે. જોકે વિપક્ષી દળોને એકસાથે રહી જશે તો તેમની જીત થઇ શકે છે અને જો તે વોટ એનડીએને મળી જાય તો તેના ઉમેદવારની જીત નક્કી છે. આમ તો કોંગ્રેસના નેતાને BJD અને YSR પાસે સમર્થનની આશા નહીવત છે કારણ કે બંને નેતાઓએ તાજેતરમાં જ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી છે.
આકરી ટકકરની તૈયારી
હવે એવામાં કોંગ્રેસ પાર્ટી વિપક્ષી દળો સાથે વાત કરીને એક એવા ઉમેદવારને ઉતારવા માંગે છે. જેના નામ પર એકમત હોય અને જે સત્તાપક્ષના ઉમેદવારને આકરી ટક્કર આપી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube