ઉત્તરાખંડ: પુષ્કરસિંહ ધામી હાર્યા બાદ હવે કોણ બનશે CM? રેસમાં આ 3 નામ સામે આવ્યા
ઉત્તરાખંડમાં ભાજપ 47 બેઠકોના પ્રચંડ બહુમત સાથે એકવાર ફરીથી સત્તામાં આવી ગયો છે. જો કે આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે ચૂંટણી હારી ગયા. હવે નવા મુખ્યમંત્રીની પસંદગી અંગે ભાજપની અંદર સતત હલચલ તેજ છે.
દહેરાદૂન: ઉત્તરાખંડમાં ભાજપ 47 બેઠકોના પ્રચંડ બહુમત સાથે એકવાર ફરીથી સત્તામાં આવી ગયો છે. જો કે આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે ચૂંટણી હારી ગયા. હવે નવા મુખ્યમંત્રીની પસંદગી અંગે ભાજપની અંદર સતત હલચલ તેજ છે.
આ નેતાનું નામ સૌથી આગળ
ભાજપના નેતાઓનું માનીએ તો કોઈ વિધાયક જ મુખ્યમંત્રી બની શકે છે. આવામાં સૌથી આગળ જે નામ ચાલી રહ્યું છે તે છે પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી ધનસિંહ રાવત. જેમને સંગઠનનો ખુબ અનુભવ છે. તેઓ સરકારનો અનુભવ પણ છેલ્લા 5 વર્ષમાં ઘણો લઈ ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતના નીકટ એવા ધનસિંહ રાવતને લઈને ભાજપમાં ચર્ચાઓ તેજ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નીકટ હોવાનો ફાયદો ધનસિંહ રાવતને મળી શકે છે. સંઘના નીકટ હોવાનો ફાયદો પણ ધનસિંહ રાવતને મળી શકે.
UP માં ભાજપે પ્રચંડ જીત તો મેળવી લીધી પણ આ એક વાયદો પૂરો કરવામાં પરસેવો છૂટી જશે!
સતપાલ મહારાજ ઉપર પણ ખેલી શકે છે દાવ
ધનસિંહ રાવતને જો મુખ્યમંત્રી બનાવવામાં ન આવે તો આવામાં સતપાલ મહારાજ પણ ભાજપના મુખ્યમંત્રી બની શકે છે. સતપાલ મહારાજ સૌથી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ તેઓ ઉત્તરાખંડથી લઈને અનેક રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં પણ લાગ્યા હતા. છેલ્લા 5 વર્ષના કાર્યકાળમાં ત્રણવાર મુખ્યમંત્રી બદલાવવા દરમિયાન સતપાલ મહારાજના નામ પર ચર્ચાઓ તો ઘણી થઈ પરંતુ તેમને ખુરશી મળી શકી નહીં.
સતપાલ મહારાજ માટે સૌથી મોટો ફાયદો તેમની સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે નીકટતા છે. મોહન ભાગવતની નીકટ હોવાના કારણે સતપાલ મહારાજને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
કોણ છે આ પલ્લવી પટેલ? જેમણે ભાજપની આંધીમાં પણ કેશવ પ્રસાદ મોર્યને હરાવ્યા, ખાસ જાણો
નિશંકના નામ ઉપર પણ ચર્ચાઓ તેજ
જો વિધાયકોમાંથી સીએમ બનાવવામાં ન આવે તો આવામાં પાર્ટી અનુભવી પૂર્વ સીએમ ડો.રમેશ પોખરિયાલ નિશંક ઉપર પણ દાવ ખેલી શકે છે. બ્રાહ્મણ હોવાના કારણે પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશમાં બ્રાહ્મણ સીએમ બનાવીને યુપી સુધી સંદેશ આપવા ઈચ્છશે. સંગઠન અને સરકારનો સારો અનુભવ હોવાના કારણે રમેશ પોખરિયાલ નિશંકના નામ ઉપર પણ મહોર લાગી શકે છે. ડો. રમેશ પોખરિયાલ નિશંકના દિલ્હીમાં ભાજપ હાઈ કમાન સાથે ખુબ મજબૂત સંબંધ છે. 2019માં હરિદ્વારથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ ભારી ભરખમ મંત્રાલય મળવાથી સ્પષ્ટ ખબર પડે છે કે દિલ્હીમાં તેમની પક્કડ કેટલી મજબૂત છે.
(ઈનપુટ- આઈએએનએસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube