કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) ના સભ્ય શશિ થરુરે સોમવારે કહ્યું કે તેમને લાગે છે કે જો ઈન્ડિયા ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તા પર આવે તો કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે રજૂ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થરૂરે કહ્યું કે આગામી વર્ષની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનના કારણે આશ્ચર્યજનક પરિણામો જોવા મળી શકે છે અને ઈન્ડિયા ગઠબંધનના ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન એનડીએને પછાડીને કેન્દ્રમાં સત્તા પર આવવાની શક્યતા છે. 


ખડગે બની શકે છે દેશના પહેલા દલિત પીએમ
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ તિરુવનંતપુરમના ટેક્નોપાર્કમાં અમેરિકા સ્થિત તથા સિલિકોન વેલીના ડી2સી (ડાયરેક્ટર ટુ કન્ઝ્યુમર) માર્કેટપ્લેસ વેડોટકોમના વ્યવસાયિકો સાથે વાતચીતમાં કહ્યું કે મને લાગે છે કે પરિણામો સામે આવશે તો કોઈ એક પાર્ટી હોવાના કારણે નહીં પરંતુ ગઠબંધન હોવાના કારણે એ પક્ષોના નેતાઓએ એકજૂથ થવું પડશે અને કોઈ એક વ્યક્તિની પસંદગી કરવી પડશે. પરંતુ મારું અનુમાન છે કે કોંગ્રેસ પાર્ટીથી ખડગે, કે જેઓ ભારતના પહેલા દલિત પ્રધાનમંત્રી બનશે કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રીની દોડમાં હોઈ શકે છે. 


રાજસ્થાનમાં કોંગ્રેસ આવશે તો કેન્દ્રમાં પણ આવશે
બીજી બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ સોમવારે જયપુરમાં કહ્યું કે જો આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ફરીથી બની તો પાર્ટી 2024માં કેન્દ્રમાં પણ સત્તા પર આવશે. રાજસ્થાનમાં એક ચૂંટણી સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા ભાષણનો ઉલ્લેખ કરતા ખડગેએ કહ્યું કે પ્રધાનમંત્રીએ કહ્યું કે અહીં એક લાલ ડાયરી મળી છે. તેમણે સવાલ કર્યો કે તે લાલ ડાયરીમાં શું લખ્યું છે, કયા કયા કૌભાંડોનો ઉલ્લેખ છે? તો હું જણાવી દઉ કે તે લાલ ડાયરીમાં લખ્યું છે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ફરી રાજસ્થાનમાં સત્તા પર આવશે. તે ડાયરીમાં લખ્યું છે કે રાજ્યમાં કોંગ્રેસ ફરી સત્તા પર આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube