કોને તક મળશે, કોણ થશે નારાજ? કોંગ્રેસમાં રાજ્યસભાની બે બેઠકો માટે ઘણા દાવેદારો
રાજ્યસભાની સાત સીટો માટે થઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસને બે સીટ મળી શકે છે. મહારાષ્ટ્રમાં એક સીટ વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાજીવ સાતવના નિધનથી ખાલી થઈ છે. બીજી સીટ તમિલનાડુમાં ડીએમકે સાથે ગઠબંધનમાં મળી શકે છે.
નવી દિલ્હીઃ રાજ્યસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અવઢવમાં છે. પાર્ટી ઈચ્છીને પણ મહારાષ્ટ્ર અને તમિલનાડુની એક-એક સીટ પર ઉમેદવારોના નામ નકી કરી શકતી નથી, કારણ કે દાવેદારોની યાદી ખુબ લાંબી છે. એક તરફ જ્યાં પાર્ટીના નારાજ નેતા પોતાની દાવેદારી નોંધાવી રહ્યાં છે. તો ઘણા યુવા નેતા પણ ઉપલા ગૃહમાં જવા માટે ઈચ્છુક છે.
રાજ્યસભાની સાત સીટો માટે થઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસને બે સીટ મળી શકે છે. મહારાષ્ટ્રમાં એક સીટ વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાજીવ સાતવના નિધનથી ખાલી થઈ છે. બીજી સીટ તમિલનાડુમાં ડીએમકે સાથે ગઠબંધનમાં મળી શકે છે. સૌથી વધુ દાવેદારી મહારાષ્ટ્રની સીટ માટે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિક, મિલિંદ દેવડા અને સંજય નિરૂપમની સાથે અવિનાશ પાંડે તથા રજની પાટિલ પણ દાવેદારોમાં સામેલ છે.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં સીટ વહેંચણીમાં ચર્ચા દરમિયાન ડીએમકેએ રાજ્યસભાની એક સીટ કોંગ્રેસને આપવાનું વચન આપ્યું હતું. ડીએમકેની સાથે ટિકિટ વહેચણીને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે અંતિમ રૂપ આપ્યું હતું. ડીએમકે સાથે આઝાદના સંબંધ સારા રહ્યા છે અને તે ખુદ આ સીટ માટે દાવેદાર છે. તેવામાં તેમના નામ પર સહમતિ બની શકે છે. પરંતુ તેમની સાથે પ્રવીણ ચક્રવર્તી પણ રાજ્યસભા પહોંચવા ઈચ્છે છે.
આ પણ વાંચોઃ CM શિવરાજ સિંહ ચૌહાણે મંચ પરથી બે અધિકારીઓને કર્યા સસ્પેન્ડ, જુઓ Video
મહારાષ્ટ્રમાં રાજીવ સાતવની સીટ પર તેમના પત્ની પ્રજ્ઞા સાતવે પણ દાવેદારી નોંધાવી રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસના અનેક નેતા પણ ઈચ્છા છે કે પ્રજ્ઞા તાસવને ઉમેદવાર બનાવવામાં આવે. તો મિલિંદ દેવડા કોંગ્રેસ નેતૃત્વને જૂનુ વચન યાદ અપાવી રહ્યું છે. પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે, મિલિંદ 2019માં ચૂંટણી લડવા ઈચ્છતા નહતા, ત્યારે પાર્ટીએ તેમને કહ્યું બતું કે તે ચૂંટણી હારે છે તો રાજ્યસભા મોકલવામાં આવશે. તો યૂપી ચૂંટણીને જોતા પ્રમોદ તિવારી પણ મહારાષ્ટ્રથી રાજ્યસભાની આશા કરી રહ્યા છે.
તમિલનાડુથી ગુલામ નબી આઝાદની દાવેદારી સૌથી મજબૂત માનવામાં આવી રહી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ કે, આઝાદ રાજ્યસભા પહોંચી જાય છે, તો અસંતુષ્ટ નેતાઓનો સમૂહ વિખેરાય જશે. તેનાથી ત્યાં જૂથવાદ ખતમ થશે તો પાર્ટી આઝાદના અનુભવનો લાભ લઈ શકશે. પરંતુ મુશ્કેલ તે છે કે આઝાદની સાથે આનંદ શર્મા પણ દાવેદાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube