નવી દિલ્હીઃ મંગળવારે દિલ્હીના બે મંત્રીઓના રાજીનામા બાદ તે સવાલ ઉભો થી રહ્યો હતો કે આ વિભાગોની જવાબદારી કોણ સંભાળશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી વિભાગોની જવાબદારી પોતાની કેબિનેટના બીજા સહયોગીઓને સોંપી દેવામાં આવી છે. દિલ્હીના ઉપ રાજ્યપાલ તરફથી પણ તેની મંજૂરી મળી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન દ્વારા દિલ્હી કેબિનેટમાંથી રાજીનામા બાદ, મંત્રી કૈલાશ ગેહલોતને નાણા, યોજના, લોક નિર્માણ વિભાગ, વીજળી, ગૃહ, શહેરી વિકાસ, સિંચાઈ અને પુર નિયંત્રણ તથા જળ વિભાગ આપવામાં આવ્યો છે. મંત્રી રાજકુમાર આનંદને શિક્ષણ, જમીન તથા ભવન, સતર્કતા, સેવા, પર્યટન, કલા સંસ્કૃતિ અને ભાષા, શ્રમ, રોજગાર, સ્વાસ્થ્ય અને ઉદ્યોગ વિભાગ આપવામાં આવ્યા છે. 


આ પણ વાંચોઃ આ રાજ્ય બનાવશે 3000 મંદિર, કહ્યું- હિન્દુ ધર્મની રક્ષા માટે આ કામ જરૂરી


દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સીએમ અરવિંદ કેજરીવાલના દિલ્હી સરકારના મંત્રીઓ કૈલાશ ગેહલોત અને રાજકુમાર આનંદને વધારાનો પોર્ટફોલિયો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને મંગળવારે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.


2021-22 માટે લીકર પોલિસી બનાવવા અને તેને લાગૂ કરવામાં કથિત ભ્રષ્ટાચારને લઈને મનીષ સિસોદિયાની રવિવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી. આ નીતિ હવે રદ્દ કરી ચુકવામાં આવી છે. તો સત્યેન્દ્ર જૈન મની લોન્ડ્રિંગ કેસમાં જેલમાં બંધ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંત્રીમંડળમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આતિશી અને સૌરભ ભારદ્વાજના નામ ઉપરાજ્યપાલને મોકલ્યા છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી. મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામા બાદ આ પગલા ભરવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube