નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી નથી રહ્યા. તેમણે એમ્સમાં ગુરૂવારે 05.05 વાગીને અંતિમ શ્વાસ લીધા. 93 વર્ષના વાજપેયી લાંબા સમયથી બિમાર હતા અને 2009થી વ્હીલચેર પર હતા. તેમના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી ટીચર હતા અને માં કૃષ્ણા દેવી ગૃહીણી હતા. અટલજીનાં પરિવારમાં તેમનાં માતા-પિતા ઉપરાંત ત્રણ મોટા ભાઇ અબધવિહારી, સદાબિહારી અને પ્રેમ બિહારી અને ત્રણ બહેનો હતો. તમાનુ પ્રારંભિક શિક્ષણ સરસ્વસી શિક્ષા મંદિરમાં થયું હતું. તે ઉપરાંત અટલજીનાં ગ્લાલિયરમાં ઘણા સંબંધીઓ રહેતા હતા. તેમાં ભત્રીજી કાંતિ મિશ્રા કરૂણા શુક્લાનો સમાવેશ થાય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ ગ્વાલિયરમાં અટલજીનાં ભત્રીજા દીપક વાજપેયી અને ભત્રીજા દીપક વાજપેયી અને સાંસદ ભત્રીજા અનૂપ મિશ્રાનો સમાવેશ થાય છે. જો કે અટલ બિહારી વાજપેયી અવિવાહીત રહ્યા. જો કે 1998માં જ્યારે તેઓ 7, રેસકોર્સ રોડ ખાતે રહેવા પહોંચ્યા તો તેમની મિત્રતા રાજકુમારી કૌલની પુત્રી અને તેમની દત્તક પુત્રી નમિતા અને તેમના પતિ રંજન ભટ્ટાચાર્યનાં પરિવાર સાથે રહેવા આવ્યા હતા. 

રાજકુમારી કૌલ અંગે જણાવવામાં આવ્યું કે, હવે અટલ વડાપ્રધાન હતા ત્યારે કૌલ વાજપેયીનાં ઘરના સભ્ય હતા. તેમના નિધન બાદ વાજપેયીનાં આવાસ ખાતેથી જે પ્રેસ રિલીઝ ઇશ્યું કરવામાં આવી હતી, તેમનાં તેમનાં વાજપેયીના ઘરના સભ્યોને સંબોધિત કરવામાં આવ્યા હતા. 

વર્ષ 2004ના લોકસભા ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીની તરફથી જમા કરાયેલા શપથ પત્ર અનુસાર અટલનાં નામે કુલ 30,99,232.41 રૂપિયા હતી. બીજી તરફ પુર્વ વડાપ્રધાન હોવાનાં કારણે તેમને માસિક 20,000 રૂપિયાની માસિક પેંશન અને સચિવીય સહાયતાની સાથે 6000 રૂપિયાનો કાર્યકાળ ખર્ચ પણ મળતો હતો. 

જો અટલજીની અચલ સંપત્તી વાત કરીએ તો 2004નાં શપથપત્ર અનુસાર તેમનાં નામ પર દિલ્હીનાં ઇસ્ટ ઓફ કૈલાશમાં ફ્લેટ નંબર 509 છે. જેની 2004નાં સમય કિંમત 22 લાખ રૂપિયા હતી. બીજી તરફ અટલજીનાં પૈતૃક નિવાસ શિંદેની છાવણી કમસિંહ બાગની 2004નાં સમયની કિંમત 6 લાખ રૂપિયા હતી.. આ પ્રકારે 2004ના શપથપત્રની દ્રષ્ટીએ અટલજીની કુલ સંપત્તી 28,00,000 રૂપિયા હતી. 

જો કે હાલ અટલજીની વસીયત સામે આવી નથી પરંતુ 2005માં સંશોધિત હિન્દૂ ઉત્તરાધિકાર કાયદા અનુસાર આ સંપત્તિ તેમની દત્તક પુત્રી નમિતા અને ભત્રીજા રંજન ભટ્ટાચાર્યને મળવાની આશા હતી.