વર્ષ 2017માં અમરનાથ યાત્રા પર હુમલા બાદ સેનાએ ઓપરેશન ઓલઆઉટ લોન્ચ કર્યું હતું. તેનો હેતુ હતો આતંકીઓનો સંપૂર્ણ સફાયો. 2019માં 370 હટ્યા બાદ સેનાએ ઓલઆઉટ ઓપરેશન તેજ કર્યું. બે વર્ષમાં દાવા થવા લાગ્યા કે કાશ્મીરમાં ગણ્યા ગાંઠ્યા આતંકીઓ જ બચ્યા છે. પરંતુ હવે સવાલ એ ઊભો થયો છે કે આતંકીઓનો સફાયો થયો હતો કે પછી પાછળ હટી ગયા કે પછી ડરના માર્યા ભાગી ગયા કે તકની રાહ જોવામાં છૂપાઈને રહ્યા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જંગલમાં સર્ચ ઓપરેશન
જમ્મુમાં એક પછી એક આતંકી હુમલાઓથી સવાલ ઉઠી રહ્યો છે કે શું આતંકનો અડ્ડો હવે કાશ્મીરથી જમ્મુ શિફ્ટ  થઈ ગયો છે? ડોડામાં થયેલી અથડામણમાં 4 જવાનોએ જીવ ગુમાવ્યા ત્યારબાદ હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. એવો અંદેશો છે કે 2થી 3 આતંકીઓ ડોડાના જંગલોમાં ક્યાંક છૂપાઈ બેઠા છે. જંગલમાં અનેક જૂની ગુફાઓ છે અને બની શકે કે તેઓ ત્યાંથી આવ્યા હોય અને હવે ત્યાં છૂપાઈ બેઠા હોય. સેના જંગલમાં ઘૂસી છે અને ત્યારબાદ હેલિકોપ્ટરથી પણ તપાસ ચાલુ છે. 


કલમ 370 હટ્યા બાદ જમ્મુ આતંકનું સેન્ટર બન્યું હોવાના અનેક પુરાવા છે. પહેલો પુરાવો હુમલાના આંકડા છે. 5 ઓગસ્ટ 2019ની તારીખને મુખ્ય ગણીએ તો પહેલાના 4 વર્ષની સરખામણીએ પાછળના 4 વર્ષમાં આતંકીઓની ધરપકડ 71 ટકા વધી છે. એ જ રીતે આતંકીઓનો હુમલો કરીને ભાગી જવાની વારદાત બાદના 4 વર્ષમાં 43 ટકા વધી છે. પહેલાના 4 વર્ષની જગ્યાએ  બાદના 4 વર્ષમાં આતંકીઓની ભરતીમાં 39 ટકાનો વધારો થયો છે. 


જમ્મુ કેમ ટાર્ગેટ?
આતંકીઓએ હવે કાશ્મીરની જગ્યાએ જમ્મુને પોતાના હેતુ માટે પસંદ કર્યું તેની પાછળ 3 કારણ સામે  આવી રહ્યા છે. એક તો ટાર્ગેટ માટે હિન્દુઓની વધુ વસ્તી. કાશ્મીરની સરખામણીએ ઓછા સુરક્ષાદળો અને છૂપાવવા માટે વધુ સુરક્ષિત જંગલો. આંતકનું હોટસ્પોટ કાશ્મીરથી જમ્મુમાં શિફ્ટ થવાની તાજા પુષ્ટિ આતંકી હુમલાઓથી પણ થઈ રહી છે. બેક ટુ બેક જમ્મુમાં જ આતંકી હુમલાઓ થવા એ કોઈ સંયોગ નથી. આતંકીઓને સ્ટ્રેટેજી કઈક એવી છે કે તમે નવું કાશ્મીર બનાવશો તો અમે જમ્મુને કાશ્મીર બનાવીશું. તમે ઘર વાપસી કરાવશો તો અમે જમ્મુને હિન્દુઓથી  ખાલી કરાવીશું. 


ઓવરગ્રાઉન્ડ વર્કર્સ નેટવર્ક તોડવું પડકાર
એ અધિકૃત જાણકારી છે કે જમ્મુ ડિવિઝનમાં 7 આતંકી ગ્રુપ એક્ટિવ છે. 4 ગ્રુપ ડોડા અને કિશ્તવાડમાં સક્રિય છે. 3 આતંકી ગ્રુપ પૂંછ  અને રાજૌરીમાં એક્ટિવ છે. જેમાં અનેક ભાડાના વિદેશી આતંકીઓ છે. આ સાતેય આતંકી સંગઠન લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદની જ ફ્રેન્ચાઈઝી છે. જેમાં કાશ્મીર ટાઈગર્સ, ધ રજિસ્ટેન્સ ફ્રન્ટ, પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ, અને જમ્મુ કાશ્મીર એન્ડ ગઝનવી ફોર્સ સૌથી મહત્વના છે. 


ડોડા અને કઠુઆ હુમલાઓની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી છે. જમ્મુમાં સરહદ પાર લોન્ચ પેડ પર 60થી 70 આતંકીઓ છે એ ખુલાસો પણ થઈ ચૂક્યો છે. જમ્મુમાં મોટો પડકાર એ આતંકીઓનું ઓવરગ્રાઉન્ડ વર્કર્સનું નેટવર્ક પણ છે. જે તેમને સરહદ પાર કરાવે છે, શરણ આપે છે અને હુમલા બાદ જંગલ સુધી ગાઈડ પણ કરે છે.