નવી દિલ્હી: સ્ટેટ ઓફ ઈન્ડિયા બર્ડ રિપોર્ટ મુજબ 867 સ્પીશીઝનું અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું જેમાંથી અડધા કરતા વધુ ચકલીઓ હવે ખતમ થવાની કગારે છે. શહેરના લોકોએ હવે સમજી વિચારીને ઝાડ, છોડને ધ્યાનમાં રાખીને પોતાના ઘરની ડિઝાઈન કરવાની જરૂર છે કારણ કે તેમાં જ ઈકોસિસ્ટમની ભલાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચકલીઓનું પણ થઈ રહ્યું છે શહેરીકરણ
માણસોની સાથે સાથે ચકલીનું પણ શહેરીકરણ થઈ રહ્યું છે. નેચર કન્ઝર્વેટિવ ફાઉન્ડેશનના વૈજ્ઞાનિકોની અનેક વૈજ્ઞાનિકો સાથે મળીને ચકલીની અલગ અલગ પ્રજાતિઓ પર કરાયેલા રિસર્ચના પરિણામ ચોંકાવનારા છે. આ રિસર્ચ મુજબ હવે શહેરમાં રહેનારી ચકલીઓ ગામડામાં રહેતી ચકલીઓ કરતા આકારમાં નાની, વ્યવહારમાં ઉગ્ર અને તણાવગ્રસ્ત છે. 


મહાનગરોમાં ચકલીઓ ઓછી હોવાનું કારણ
મહાનગરોમાં ચકલીઓ ઓછું હોવાનું કારણ પણ રિસર્ચમાં તથ્ય સ્પષ્ટ કરી રહ્યા છે. શું તમે જાણો છો કે શહેરમાં જે થોડી ઘણી ચકલીઓની પ્રજાતિઓ બચેલી છે તેમણે પોતાનું ગુજરાન ચલાવવા અને અસ્તિત્વ ટકાવવા માટે કયા પ્રકારના ફેરફારમાંથી પસાર થવું ડે છે? આ ફેરફાર બરાબર એવા છે જેમ ગામડામાંથી નોકરીની શોધમાં શહેરમાં આવેલા લોકોએ  કરવા પડતા હોય છે. શહેરોમાં વસવા માટે ચકલીઓને માળો બનાવવા માટે ગાઢ વૃક્ષ મળતા નથી આથી અનેક ચકલીઓ તો ઘણા દિવસ સુધી ઘર વગર જ રહેવા માટે મજબૂર થવું પડે છે કે પછી હાઈ રાઈઝ ફ્લેટ્સના વેન્ટિલેશનવાળા દરો વચ્ચે જેમ તેમ કરીને માળો બનાવે છે. 


આ તે કેવી જનની? પોતાની કામલીલાનો ભાંડો ન ફૂટે એટલે 10 વર્ષના માસૂમ પુત્રને નિર્દયતાથી મોતને ઘાટ ઉતાર્યો


ચકલી પોતાની આદત છોડવા માટે મજબૂર થાય છે
એ જ રીતે ચકલીોએ પોતાની ખાવા પીવાની આદત પણ છોડવી પડે છે. ગામડાઓમાં આસપાસના ખેતરોમાં દાણા ચણવાની આદત છોડવી પડે છે. ચકલીને ચણી ચણીને ખાવાની પ્રજાતિ ગણવામાં આવે છે પરંતુ શહેરમાં ચકલીઓએ આ આદત છોડવા માટે મજબૂર થવું પડે છે. ફ્લેટ્સ અને નાના તંગ ઘરોમાં ન તો આંગણ હોય છે કે ન તો ઘરોની ઊંબરા એવા હોય છે કે ત્યાં સુધી ચકલીની પહોંચ સરળ હોય જેથી કરીને તેને સરળતાથી ખાવાનું મળી શકે. એટલે કે જો કોઈ ગામમાં રહેતી ચકલીઓએ શહેરમાં આવવું પડે તો કેટલીક ચીજોમાં ખાસ ફેરફાર લાવવો પડશે. સૌથી પહેલા તો તેણે શોધી શોધીને પોતાનું પસંદગીનું ચણ ચણવાની આદત છોડવી પડી શકે છે. આ ઉપરાંત તેણે માળો બનાવવાની આદત કદાચ છોડવી પડશે અને પોતાના ચી ચી અવાજ પર કામ કરવું પડશે. 


પંજાબી એક્ટર દીપ સિદ્ધુ મોત કેસમાં પોલીસને મળી મોટી સફળતા, આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ


શું કહે છે રિસર્ચર્સ?
રિસર્ચર્સના જણાવ્યાં મુજબ જે ચકલીઓએ શહેર મુજબ પોતાનામાં ફેરફાર કર્યો છે તેમનામાં કેટલાક ખાસ પરિવર્તન મહેસૂસ થયા છે. આ ચ કલીઓમાં માણસો પ્રત્યે ડર ખતમ થઈ ચૂક્યો છે. તેમની અંદર નવા ખાનપાનની શોધની આદત જોવા મળી રહી છે. આ સાથે જ તેમનો વ્યવહાર અન્ય જાતિઓના પક્ષીઓ પ્રત્યે ખુબ ઉગ્ર જોવા મળ્યો છે. શહેરમાં રહેતી ચકલીઓ હવે શહેરમાં રહેનારા લોકો જેટલા જ ટેન્શનમાં રહે છે. જેનું કારણ શહેરનું શોરબકોરવાળું વાતાવરણ હોઈ શકે છે. 


ચકલીઓ બદલે છે પોતાનો અવાજ
એટલું જ નહીં પરંતુ તેમના ગીતોના અવાજમાં પણ ઘણો ફેરફાર જોવા મળ્યો છે. મોટાભાગની ચકલીઓએ શહેરમાં વધતા ટ્રાફિકથી થઈ રહેલા ધ્વનિ પ્રદૂષણના કારણે પોતાના ગાવા બોલવાના અવાજ અને રીતમાં ફેરફાર કર્યો છે. અત્રે જણાવવાનું કે ચકલી પ્રજનન સમયે મોટા અવાજે ગાય છે કે શોર કરે છે. આ તેમની પ્રજનન કે ઈંડા મૂકવાની પ્રક્રિયા માટે જરૂરી અને મહત્વનો ભાગ હોય છે. આ પ્રક્રિયાને લોમ્બાર્ડ ઈફેક્ટ પણ કહે છે. કેટલાક પક્ષીઓ જેમ કે યુરેશિયન બ્લેકબર્ડે પોતાના ગીતનો અવાજ વધારી દીધો છે. કેટલાક પક્ષી જેમ કે યુરોપિયન રોબિન્સે હવે રાતે ગાવાનું શરૂ કરી દીધુ છે જેનાથી તેમના અવાજમાં શોરના કારણે કોઈ પડદો ન પડે. 


શહેરોમાં હોય છે ફળ આપનારા ઝાડની કમી
શહેરમાં ગાઢ ઝાડ-છોડના નામે ઓર્નામેન્ટલ ઝાડ-છોડનો ઉપયોગ વધુ થાય છે. એટલે કે એવા પ્લાન્ટ કે ઝાડ જે દેખાવમાં સુંદર હોય. પરંતુ તેની જગ્યાએ જો કોઈ ફળ આપનારા કે પછી ગાઢ ઝાડ કે ઝોડ વાવવામાં આવે તો વધુ ફાયદાકારક પરિણામ મળશે. આવા પ્લાન્ટ સારા માળા બનાવવા માટે જગ્યા આપે છે. અત્રે જણાવવાનું કે સિટી ડિઝાઈન ચકલીઓ માટે ઘાતક હોય છે. આજકાલ શહેરોની ઈમારતોમાં ટિન્ટેડ ગ્લાસનો ઉપયોગ થાય છે. બધા ઉડનારા પક્ષીઓ તેમા પોતાનો પડછાયો જોઈને એટેક કરવાની કોશિશ કરે છે જેમાં તેમને ખુબ ઈજા પણ થાય છે. 


પર્યાવરણને બનાવવું પડશે શુદ્ધ
જો ચકલીઓને બચાવવી હોય તો પર્યાવરણના અનુકૂળ માહોલની નજીક જવું પડશે. ઘરોમાં એવા પ્લાન્ટ લગાવો કે જે પક્ષીઓની જરૂરિયાત મુજબ ગાઢ હોય. આ સાથે જ ચકલીઓ માટે અનાજની વ્યવસ્થા કરો અને શોર ઓછો રાખો. જ્યાં વાહનોનો શોર હઓછો હશે, ફેક્ટ્રીઓનો ધૂમાડો નહીં હોય અને ઝાડ-છોડની હરિયાળી હશે ત્યાં તમે ચકલીઓને જોઈને થોડીવાર માટે શહેરનો શોરબકોર અને તણાવ ભૂલી શકો છો.  

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube