કિસાન આંદોલન પર SC નો સવાલ- અમે કૃષિ કાયદા પર પ્રતિબંધ લગાવી દીધો, છતાં રસ્તા પર પ્રદર્શન કેમ?
કિસાન મહાપંચાયત નામના એક સંગઠને દિલ્હીના જંતર મંતરમાં કૃષિ કાયદાના વિરોધમાં સત્યાગ્રહ કરવાની મંજૂરી માંગી હતી. પાછલા સપ્તાહે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંગઠનને તે પૂછ્યું હતું કે શું તે મહિનાથી હાઈવે બંધ કરી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ છે?
નવી દિલ્હીઃ Supreme Court On Farmers Protest: સુપ્રીમ કોર્ટે આજે પૂછ્યું કે જ્યારે કૃષિ કાયદા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને કેન્દ્ર પણ કહી ચુક્યુ છે કે હાલ તેને લાગૂ કરવા ઈચ્છતું નથી તો વિરોધ પ્રદર્શન કઈ વાત પર થઈ રહ્યું છે? કોર્ટે કહ્યું કે, તે આ પાસા પર સુનાવણી કરશે કે જો કોઈ મુદ્દા પર કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવે છે તો શું ત્યારબાદ પણ તેને રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવી જોઈએ?
કિસાન મહાપંચાયત નામના એક સંગઠને દિલ્હીના જંતર મંતરમાં કૃષિ કાયદાના વિરોધમાં સત્યાગ્રહ કરવાની મંજૂરી માંગી હતી. પાછલા સપ્તાહે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંગઠનને તે પૂછ્યું હતું કે શું તે મહિનાથી હાઈવે બંધ કરી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ છે? સંગઠન તરફથી આજે દાખલ એફિડેવિડમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીની સરહદ પર રસ્તા રોકી બેઠેલા સંગઠનમાં તે સામેલ નથી. તે જંતરમંતર પર સત્યાગ્રહ કરવા ઈચ્છે છે.
જસ્ટિમ એએમ ખાનવિલકર અને સી ટી રવિકુમારની બેંચે તેના પર કહ્યુ- પરંતુ તમે રાજસ્થાન હાઈકોર્ટમાં કૃષિ કાયદાને પડકાર્યો છે. જ્યારે એક વાર તમે કોઈ મુદ્દાને કોર્ટમાં ઉઠાવી ચુક્યા છે, ત્યારબાદ તમે કઈ રીતે વિરોધ પ્રદર્શન કરી શકો છો? કોર્ટે કહ્યું કે, તે કિસાન મહાપંચાયતની અરજીને રાજસ્થાન હાઈકોર્ટથી પોતાની પાસે ટ્રાન્સફર કરી લેશે અને તેની સુનાવણી પર મુદ્દા પર પેન્ડિંગ બીજી અરજીઓની સાથે કરવામાં આવશે.
આ પણ વાંચોઃ મળી ગયો સમ્રાટ અશોકનો ગુપ્ત ખજાનો! આ કુવામાં દફન છે હજારો લાશો! જાણવા જેવી છે કહાની
સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે યૂપીના લખીમપુર ખીરીમાં કાલે થયેલી દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું- કોર્ટમાં મુદ્દો પેન્ડિંગ રહેવા અને સરકાર તરફથી કાયદાના અમલ પર પ્રતિબંધ બાદ પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ રીતે કારણ વગર પ્રદર્શનને કારણે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ થાય છે. તેના પર જજે કહ્યુ- પરંતુ સમસ્યા તે છે કે જ્યારે આવી ઘટના થાય છે તો કોઈ તેની જવાબદારી લેવા ઈચ્છતું નથી.
સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પણ કહ્યુ કે, જ્યારે કોઈ મામલો દેશની સૌથી મોટી કોર્ટમાં સાંભળવામાં આવી રહ્યો હોય તો બધા લોકોએ રાહ જોવી જોઈએ. તેમણે કોર્ટ પર વિશ્વાસ રાખવો જોઈએ. સુનાવણીના અંતમાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસને પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધા. કોર્ટે કહ્યું કે, તે સૌથી પહેલા તે પાસા પર સુનાવણી કરશે કે શું કોઈ અરજીકર્તા મામલો કોર્ટમાં પેન્ડિંગ રહેતા રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી શકે છે? શું વિરોધ પ્રદર્શનનો અધિકાર કોઈ વ્યક્તિને દરેક સમયે ઉપલબ્ધ છે? 21 ઓક્ટોબરે મામલાની આગામી સુનાવણી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube