લોકસભા ચૂંટણી 2019 માટે કેમ મહત્વનું છે આ તબક્કાનું મતદાન, જાણો 5 વાતો
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ની સાત તબક્કામાં ચૂંટણી યોજોઇ રહી છે. ત્યારે આજે ત્રીજા તબક્કામાં મતદાન થઇ રહ્યું છે. આમ તો ભારતને સાત તબક્કાના મતદાનની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં મતદાન ભારતની રાજનીતિની દિશા અને દશા નક્કી કરવાનું છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ની સાત તબક્કામાં ચૂંટણી યોજોઇ રહી છે. ત્યારે આજે ત્રીજા તબક્કામાં મતદાન થઇ રહ્યું છે. આમ તો ભારતને સાત તબક્કાના મતદાનની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં મતદાન ભારતની રાજનીતિની દિશા અને દશા નક્કી કરવાનું છે. દેશની બે સૌથી મોટી પાર્ટીના મુખ્યા અને એક બીજાના પ્રતિદ્વંદી કોંગ્રેસ અધ્યક્ષ રાહલુ ગાંધી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ આ ચૂંટણી અખાડામાં છે. જ્યાં આજે વોટિંગ દ્વારા પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. લગભગ 18 કરોડથી વધારે મતદાતા એટલે કે બ્રિટનની આઝાદીથી લગભગ ત્રણ ગણા વદારે, 13 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં, જેમાં ગુજરાત, કેરળ અને કર્નાટકના અડધો ભાગ સામેલ છે. પોતાના ભાગ્યનો નિર્ણય કરવા માટે લાઇમાં લાગશે.
વધુમાં વાંચો: શાહની પહેલી, મુલાયમની છેલ્લી લોકસભા ચૂંટણી, રાહુલ માટે પણ આજે વોટિંગ
1. ત્રીજા તબક્કામાં ચૂંટણી ગુજરાતની દરેક 26 બેઠક પર આજે મતદાન છે. જ્યાં ભાજપે 2014માં દરેક બેઠક જીતી હતી. ત્યારે કરેળમાં 20 બેઠક પર આજે વોટિંગ કરવામાં આવશે. જ્યાં કોંગ્રેસ અને લેફ્ટને મોટો આધાર માનવામાં આવે છે. જો ગુજરાતમાં આ વખતે ભાજપને વધુ બેઠક નહી મળે તો તેમના માટે મુશ્કેલીઓ વધી શકે છે. તેનું કારણ છે પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતથી જ આવે છે.
લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...
3. આ તબક્કામાં આસામની 4, બિહારની 5, છત્તિસગઢની 7, કર્ણાટક તથા મહારાષ્ટ્રની 14, ઓરિસ્સાની 6, ઉત્તર પ્રદેશની 10, પશ્ચિમ બંગાળની 5, ગોવાની 2 અને દાદર નગર હવેલી, દમણ-દીવ તથા ત્રિપુરાની એક-એક બેઠક પર મતદાન થઇ રહ્યું છે. ગત વખતે આ 117 બેઠકોમાં ભાજપ અને તેમના સહયોગી દળોએ 66 બેઠકો પર જીત હાંસલ કરી હતી. ત્યારે કોંગ્રેસ અને તેમના સહયોગીઓએ 27 બેઠક પર જીત હાંસલ કરી હતી. બાકી બેઠકો અન્ય વિપક્ષી દળો અને સ્વતંત્ર ઉમેદવારોના ખાતે ગઇ હતી.
વધુમાં વાંચો: Live: બિહારની 5 લોકસભા બેઠક પર વોટિંગ, મધેપુરામાં ત્રિકોણીય જંગ
4. આ તબક્કામાં કર્નાકટમાં અહીં એચડી કુમારસ્વામી આગેવાની હેઠળની કોંગ્રેસ-જેડીએસ ગઠબંદન સરકાર માટે પરીક્ષા છે. તો ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહ યાદવના પરિવારના ચાર સભ્યોનું ભવિષ્ય ઇવિએમમાં કેદ થશે. મુલાયમ, અને તેમના બે ભત્રીજા ધર્મેન્દ્ર, યાદવ અને અક્ષય યાદવ ફરીથી લોકસભા પહોંચવાના પ્રયત્નોમાં છે. આ ઉપરાંત સપાના આઝમ ખાન અને ફિલ્મ અભિનેત્રી જયા પ્રદા પણ ત્રીજા તબક્કાના પ્રમુખ ચહેરાઓમાં છે. ઉત્તર ગોવાથી કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપાદ યેસો નાઇક ફરીથી મેદાનમાં છે.
બિહારમાં પાંચ લોકસભા બેઠક માટે મતદાન થશે જેમાં ચાર પર વર્તમાન સાંસદ પપ્પૂ યાદવ (મધેપુર), તેમની પત્ની રંજીત રંજન (સુપૌલ), સરફરાઝ આલમ (અરરિયા) અને મહેબૂબ અલી કૈસર (ખગડીયા) છે. આ રીતે ઓરિસ્સાની 6 બેઠક પર મુખ્ય મુકાબલો રાજ્યમાં શાસક પક્ષ બીજડી અને ભાજપની વચ્ચે માનવામાં આવી રહ્યો છે. 2014માં ચૂંટણીમાં આ દરેક બેઠક બીજેડીના ખાતે ગઇ હતી. પશ્ચિમ બંગાળની બાલૂરઘાટ, માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જંગીપુર અને મુર્શિદાબાદમાં તૃણમૂલ કોંગ્રેસની સામે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો તાલ ઠોકી રહ્યાં છે.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: ત્રીજા તબક્કામાં 15 રાજ્યોની 117 સીટો પર મતદાન શરૂ, અનેક સ્થળોએ EVM ખોટવાતા સર્જાઇ સમસ્યા
5. આ તબક્કામાં મતદાનની સાથે લોકસભા ચૂંટણીનું અડધુ મતદાન પૂર્ણ થઇ જશે. 542 બેઠકોમાંથી 302 પર આજે ચૂંટણી પૂર્ણ થઇ જશે. આજે જે બેઠકો પર વોટિંગ થઇ રહ્યું છે. ત્યાં ગત વર્ષ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની આ 117 બેઠકોમાં 2014ની ચૂંટણીમાં ભાજપ અને તેમના સહયોગી દળને 66 બેઠકો પર જીત મળી હતી. ત્યારે કોંગ્રેસ અને તેમના સહયોગીઓને 27 બેઠક પર જીત મળી હતી.