મેરઠઃ Firing On Asaduddin Owaisi Car: AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરિંગનો મામલો જોર પકડી રહ્યો છે. આ ઘટના બાદ જ્યાં ઓવૈસીએ તેને સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે ત્યાં હુમલાખોરોએ ફાયરિંગનું કારણ આપીને સમગ્ર પોલીસ વિભાગને પણ ચોંકાવી દીધું છે. તમને જણાવી દઈએ કે, આખરે હુમલાખોરોના મનમાં કઈ નફરત વધી રહી હતી, જેનું આ ખૌફનાક અંજામ સામે આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિત્રો છે બંને હુમલાખોર, સાથે કર્યો છે અભ્યાસ
ઓવૈસીની કાર પર ફાયરિંગની ઘટના બાદ તરત જ પોલીસે હુમલાખોરોમાંથી એકની ધરપકડ કરી હતી. પોલીસની સતત પૂછપરછમાં હુમલાખોર ભાંગી પડ્યો હતો અને તેણે હુમલા પાછળનું કારણ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે બંને આરોપીઓ લો ગ્રેજ્યુએટ છે. બંને સારા મિત્રો છે અને એક જ કોલેજમાં ભણ્યા છે.


હુમલા પર ઓવૈસીએ શું કહ્યું?



ઓવૈસીના ભાઈના નિવેદનથી હતા નારાજ 
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી સચિન બાદલપુરનો છે અને શુભમ સહારનપુરનો રહેવાસી છે. પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે બંને સતત નફરતભર્યા ભાષણને ફોલો કરે છે. આરોપીઓએ જણાવ્યું કે ઓવૈસીના ભાઈએ નિવેદન આપ્યું હતું કે પોલીસને હટાવી દો અને પછી બતાવીશું. તે નિવેદનથી બંને ગુસ્સે થયા હતા. આરોપીઓની પૂછપરછ હજુ ચાલુ છે.


અહીં જુઓ ઓવૈસી પર હુમલાનો EXCLUSIVE Video