નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે જણાવ્યું કે, કોંગ્રેસે હંમેશાં સરદાર પટેલનું સન્માન કર્યું છે, આથી હું તેના અંગે વધારે નહીં કહું. જોકે, એ વાત જણાવી શકું છું કે, પીએમ નરેન્દ્ર મોદી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' અંગે રાજનીતિ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકો વચ્ચે ભ્રમ ફેલાવી રહ્યા છે અને અનેક સમસ્યાઓ વચ્ચે ફસાયેલી સરકાર લોકોને મૂળ મુદ્દાઓથી દૂર લઈ જવા માગે છે. ખડગેએ જણાવ્યું કે, મને આશા છે કે લોકો 2019ની ચૂંટણીમાં યોગ્ય નિર્ણય લેશે. 


પીએમ પદ માટે મારી કોઈ મહત્વાકાંક્ષા નથીઃ ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને આરએસેસ પર નિશાન તાકતા જણાવ્યું કે, બધા જ રાજ્યોનાં અનેક નેતાઓએ દેશ માટે બલિદાન આપ્યું છે, તમે કેમ યાદ કર્યા નથી. તમારી પાર્ટી અને આરએસએસએ તેમને 70 વર્ષ સુધી કેમ યાદ કર્યા નથી. ભાજપ માત્ર તમાશો કરી રહી છે. 


કોંગ્રેસના વરિષ્ટ નેતા હોવાને ધોરણે પક્ષ તરફથી વડા પ્રધાન પદના ઉમેદવાર હોવાના સવાલ અંગે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી મારા નેતા છે. મારા નેતા મને જે આદેશ આપશે તે હું કરીશ. પીએમ પદ અંગે મારી કોઈ મહત્વાકાંક્ષા નથી. 


સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારને સાચી શ્રદ્ધાંજલિઃ શિવરાજ સિંહ ચૌહાણ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરદાર પટેલની જયંતી પર જણાવ્યું કે, કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલનું ક્યારેય સન્માન કર્યું નથી. જેણે દેશને એક સૂત્રમાં બાંધ્યો છે, કોંગ્રેસ તેમને જ ભુલી ગઈ છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે તેમણે આજે સરદાર પટેલની ભવ્ય પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરી છે. આ પટેલને આપવામાં આવેલી સાચી શ્રદ્ધાંજલિ છે. 


જો સરદાર વડા પ્રધાન હોત તો પાકિસ્તાન પાસે કાશ્મીરનો એક તૃતિયાંશ હિસ્સો ન હોત 
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, જો કાશ્મીર જવાહરલાલ નેહરુના બદલે સરદાર પટેલના હાથમાં હોતું તો પાકિસ્તાન પાસે તેનો એક તૃતિયાંશ ભાગ ન હોત. આ ભારતની કમનસીબી છે કે સરદાર પટેલ આ દેશના વડા પ્રધાન બન્યા નહીં. કોંગ્રેસે પટેલ સાથે જે કંઈ કર્યું છે તેને ફરીથી કહેવાની જરૂર નથી.