નવી દિલ્હી: હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકો છે જેમાંથી 40 બેઠકો ભાજપને મળી અને 50 બેઠકો પર ભાજપ હાર્યું. ભાજપ આ હારથી પરેશાન છે અને એટલે જ હવે ભાજપ ક્ષેત્રવાર સમીક્ષા કરશે. રાજ્યમાં સાત મંત્રીઓની હાર અને ભાજપના પાંચ બળવાખોરો ચૂંટણી જીત્યા તેનાથી પણ ભાજપ સ્તબ્ધ છે. પાર્ટીને લાગે છે કે અનેક બેઠકો પર ટિકિટ ફાળવણીમાં ચૂંક થઈ છે. નહીં તો પરિણામો 2014 જેવા હોત. ભજાપની તપાસના કેન્દ્રબિન્દુમાં ઈલેક્શન મેનેજમેન્ટ પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યાં મુજબ પાર્ટીના ટોચના નેતૃત્વનું માનવું છે કે હરિયાણામાં ઈલેક્શન મેનેજમેન્ટમાં પણ કઈંક ચૂંક થઈ છે. ટિકિટના દાવેદાર ઉમેદવારો અંગે જાણકારીઓ ભેગી કરીને બનાવવામાં આવેલો રિપોર્ટ બરાબર નહતો. જેમાં અનેક બેઠકો પર યોગ્ય ઉમેદવારોને નજરઅંદાજ  કરીને નબળા ઉમેદવારોને ટિકિટ મળી. 


નેતૃત્વને એમ પણ લાગે છે કે ભાજપ સમયસર દુષ્યંત ચૌટાલાના નેતૃત્વવાળી પાર્ટી જેજેપીની તાકાતનો અંદાજો લગાવી શકી નહીં કે પછી ન તો પરસ્પર કલહ સામે ઝૂઝતી કોંગ્રેસના હૂડ્ડાની કોશિશોથી જંગમાં વાપસીનો તેને અંદાજો આવી શક્યો. ઈલેક્શન કેમ્પેઈન દરમિયાન ભાજપ અતિ આત્મવિશ્વાસનો ભોગ બની જેનાથી પાર્ટી સમયસર પોતાની રણનીતિઓમાં ફેરફાર કરી શકી નહીં અને બેઠકોનું નુકસાન સહન કરવું પડ્યું. 


ટિકિટ વિતરણને લઈને પણ અનેક બેઠકો પર ઘમાસાણ જોવા મળ્યું. ચૂંટણી દરમિયાન આદમપુર, રેવાડી સહિત અનેક બેઠકો પર ઉમેદવારોને લઈને કાર્યકરોમાં નારાજગી જોવા મળી. રેવાડીમાં તો કાર્યકરોએ દીનદયાળ ઉપાધ્યાયની ડાયરીના કથનને હોર્ડિંગ પર પ્રકાશિત કરીને પોતાની નારાજગીનું પ્રદર્શન કર્યું હતું. 


ભાજપના સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધી પાર્ટી સરકાર બનાવવામાં ગૂંચવાયેલી હતી. રવિવારે સરકાર બની ગયા બાદ હવે પાર્ટીનું ફોકસ રાજ્યમાં જે 50 બેઠકો પર હાર થઈ છે અને પાર્ટી બહુમતથી ચૂકી છે તેના કારણો પર રહેશે અને સમીક્ષા થશે. આ મુદ્દે પાર્ટી અગાઉ પ્રદેશ શાખા પાસે રિપોર્ટ માંગી ચૂકી છે. ભાજપનું ટોચનું નેતૃત્વ દરેક બેઠક પર હારના કારણોની તપાસ કરાવવા માંગે છે જેથી કરીને આગામી ચૂંટણીમાં ભૂલનું પુનરાવર્તન ન થાય. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...