નવી દિલ્હી: ભાજપે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પર સોનિયા ગાંધી વિરુદ્ધ એમએલસી દિનેશ પ્રતાપ સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. દિનેશ પ્રતાપ સિંહને ટિકિટ આપવા પાછળ એક રસપ્રદ કારણ છે. વાત જાણે એમ છે કે દિનેશ પ્રતાપ સિંહ યુપીના તમામ મહત્વપૂર્ણ રાજકીય પક્ષોનો સાથ નિભાવી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીમાંથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનારા દિનેશ પ્રતાપ સિંહ બીએસપી અને કોંગ્રેસ બાદ હવે હાલના દિવસોમાં રાયબરેલીમાં ભાજપના સ્ટાર ચહેરા તરીકે ઊભરી આવ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિનેશ પ્રતાપ સિંહ હાલ યુપી વિધાન પરિષદના સભ્ય છે. એપ્રિલ 2018માં દિનેશ પ્રતાપ સિંહ કોંગ્રેસ છોડીને ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપમાં સામેલ થઈ ગયા હતાં. કોંગ્રેસના મોટા નેતાઓમાં દિનેશ પ્રતાપ સિંહની ગણતરી થતી હતી. સોનિયા ગાંધીથી લઈને પ્રિયંકા ગાંધી  વાડ્રા સુધીના નેતા દિનેશ પ્રતાપ સિંહની રાજકીય સૂજબૂજના કાયલ હતાં. દિનેશ પ્રતાપ સિંહને ગાંધી પરિવારનો દરેક દાવ ખબર છે એમ કહેવું પણ જરાય અતિશયોક્તિ નહીં હોય. સોનિયા ગાંધીના ચૂંટણી પ્રચારમાં પણ તેમણે એક સમયે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ બધા કારણસર કોંગ્રેસ માટે રાયબરેલી અને અમેઠી અભેદ કિલ્લા જેવા રહ્યાં છે. 


લોકસભા ચૂંટણી 2019: જો ભાજપ ફરી સત્તા પર આવશે તો બીજા કાર્યકાળમાં થશે 'આ' મોટું કામ 


રાયબરેલીમાં ડોન અખિલેશ સિંહની પુત્રી અદિતી સિંહની કોંગ્રેસમાં વધતી સક્રિયતા અને પ્રિયંકાની વધતી નીકટતાના પગલે દિનેશ સિંહને કોંગ્રેસમાં જોઈએ તેવું વર્ચસ્વ મળતું નહતું. જેનો ફાયદો ઉઠાવીને ભાજપે દિનેશ પ્રતાપ સિંહને સપરિવાર ભાજપમાં સામેલ કરાવી દીધા અને લોકસભા ચૂંટણીની ટિકિટ પણ આપી દીધી. 


દિનેશ પ્રતાપ સિંહની રાજકીય તાકાતનો અંદાજો એ વાતથી જ લગાવી શકાય કે તેઓ પોતે તો એમએલસી છે જ પરંતુ ભાઈ અવધેશ પ્રતાપ સિંહ રાયબરેલીના જિલ્લા પંચાયત અધ્યક્ષ છે. જ્યારે  દિનેશના વધુ એક ભાઈ રાકેશ સિંહ રાયબરેલીની હરચંદપુર વિધાનસભાથી ધારાસભ્ય છે. રાયબરેલીના મોટાભાગના ગ્રામ પ્રધાન પણ દિનેશની ખુબ નીકટ મનાય છે. 


VIDEO: જનમેદની સામે અચાનક રડી પડ્યાં BJP ઉમેદવાર જયાપ્રદા, કારણ છે ચોંકાવનારું


સોનિયા ગાંધીને તેમના જ ઘરમાં માત આપવા માટે ભાજપે જૂના કોંગ્રેસી ઉપર જ દાવ ખેલવો યોગ્ય ગણ્યું છે. કારણ કે દિનેશ પ્રતાપ સિંહનો પોતાનો જનાધાર છે અનને કોંગ્રેસની મજબુત અને નબળી બંને કડીઓ તે ખુબ સારી પેઠે જાણે છે. એટલું જ નહીં ગ્રામીણ મતદારોને પણ ભાજપ દિનેશ દ્વારા તોડવા માંગે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...