નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાને લઈને હજુ પણ ખેંચતાણ ચાલુ જ છે. સરકાર બનાવવાને લઈને સોમવારે આખો દિવસ બેઠકો ચાલ્યા કરી પરંતુ સ્થિતિ સ્પષ્ટ થઈ નહીં. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી. બીજી બાજુ એનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)એ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. આ બાજુ મહારાષ્ટ્રમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે રાજ્યપાલ સાથે મુલાકાત કરી. આ મેળ-મુલાકાતો થવા છતાં રાજ્યની રાજકીય તસવીર સ્પષ્ટ થઈ નથી. જો કે ભાજપને આશા છે કે 8 નવેમ્બર પહેલા સરકાર બની જશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં થયેલી બેઠક બાદ આ સંકેત મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ સીએમ પદ પર સમાધાનના પક્ષમાં નથી. ભાજપ શિવસેનાને ડેપ્યુટી સીએમ પદ આપવા તૈયાર છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ હાલ વેઈટ એન્ડ વોચની રણનીતિ પર કામ કરશે. ભાજપ અલ્પમતમાં સરકાર બનાવશે નહીં. 50-50ના ફોર્મ્યુલા પર ભાજપ સહમત નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ મંત્રાલય વહેંચવા તૈયાર છે. ભાજપ પાસે અપક્ષો અને નાની પાર્ટીઓના ધારાસભ્યો મળીને 121 ધારાસભ્યો છે. 


ખાસ વાત એ છે કે શિવસેના સાથે ગૂંચવાયેલું કોકડું ઉકેલવા માટે દિલ્હીથી મુંબઈ જઈને અનેક દિવસો સુધી કેમ્પ  કરનારા બંને મહાસચિવ સરોજ પાંડે અને ભૂપેન્દ્ર યાદવ પણ દિલ્હી પાછા આવી ગયા છે. કહેવાય છે કે પાર્ટીની શિવસેના સાથે પદોની લેવડ દેવડને લઈને છેલ્લા સ્તરની વાતચીત થયા બાદ બંને નેતાઓએ હવે દિલ્હીમાં દસ્તક આપી છે. 


ભાજપના એક રાષ્ટ્રીય પદાધિકારીએ જણાવ્યું કે "એકલા દેવેન્દ્ર ફડણવીસનું દિલ્હી જઈને અધ્યક્ષ અમિત શાહને મળવું એ સંકેત આપે છે કે ટોચના નેતૃત્વએ સરકાર બનાવવાની કવાયતનો ફોર્મ્યુલા સમજાવીને બધી જવાબદારી હવે તેમના પર છોડી દીધી છે. દેવેન્દ્ર ફડણવીસ જ હવે શિવસેના સાથે બધુ નક્કી કરશે અને હાલની પરિસ્થિતિઓને ઉકેલશે. સંકેત મળી રહ્યાં છે કે મંગળવાર સુધીમાં શિવસેના સાથે ગૂંચવાડો દૂર  થઈ શકે છે. આઠ નવેમ્બર સુધીમાં સરકાર બની જાય તેવી આશા છે." 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...