બેંગલુરૂઃ કર્ણાટક ભાજપમાં ચાલી રહેલા વિવાદનું પરિણામ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા (BS Yediyurappa) ના રાજીનામા તરીકે આવ્યું છે. યેદિયુરપ્પાએ જેવા સંકેત આપ્યા હતા તે પ્રમાણે આજે (26 જુલાઈ 2021) રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને પોતાનું રાજીનામુ સોંપી દીધુ છે. આ પહેલા તેમણે ટ્વીટ કરતા પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી અને કહ્યુ હતું કે બે વર્ષ સુધી રાજ્યની સેવા કરવી તેમના માટે સન્માનની વાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી-શાહનો આભાર
કન્નડમાં કરેલા એક ટ્વીટમાં બીએસ યેદિયુરપ્પાએ (BS Yediyurappa) કહ્યુ કે, તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામુ સોંપી દીધુ છે અને ઉત્તરાધિકારીની જાહેરાત થવા સુધી અંતરિમ મુખ્યમંત્રીના રૂપમાં પદ પર રહેવાનું કહ્યુ છે. તેમણે ટ્વીટ કર્યું- મેં કર્ણાટકના મુખ્યમંત્રીના રૂપમાં રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. હું વિનમ્ર છું અને ઈમાનદારીથી રાજ્યના લોકોનો તેમની સેવા કરવા માટે અવસર આપવા બદલ આભાર માનુ છું. હું પીએમ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થન માટે આભારી છું. 


આ પણ વાંચોઃ Pegasus જાસૂસી કાંડ પર મમતા બેનર્જીનો મોટો નિર્ણય, તપાસ પંચની કરી રચના


યેદિયુરપ્પાએ કેમ આપ્યું રાજીનામુ?
પોતાના કાર્યકાળના બે વર્ષ પૂરા થવાનો જશ્ન મનાવતા એક સમારોહમાં પોતાના ભાષણ બાદ યેદિયુરપ્પાએ આ નિર્ણયની જાહેરાત કરી છે. સવાલ ઉઠે છે કે આખરે ભાજપ હાઈકમાન્ડના તમામ પ્રયાસો છતાં યેદિયુરપ્પાએ રાજીનામુ કેમ આપવું પડ્યું. તેના મુખ્ય કારણ છે..


1. ઘણા ધારાસભ્યો નાખુશઃ યેદિયુરપ્પાથી ઘણા ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા છે. તેનાથી પાર્ટીમાં આંતરિક વિવાદ વધી રહ્યો છે. 


2. નેતૃત્વ પર વધતો દબાવ- યેદિયુરપ્પાને લઈને પાર્ટીની અંદર જે વિરોધના સુર ઉઠી રહ્યા હતા તેને લઈને પાર્ટી નેતૃત્વ પર તેમને હટાવવાનો દબાવ હતો. 


3. પરિવારવાદનો આરોપ- યેદિયુરપ્પા પર સતત પરિવારવાદનો આરોપ લાગી રહ્યો હતો. આ કારણે ભાજપની પરિવારવાદ વિરુદ્ધ છબી નબળી પડી રહી હતી. 


4. બીજી પાર્ટીમાંથી આવેલા ધારાસભ્યો નારાજ- યેદિયુરપ્પા પોતાની પાર્ટી સિવાય બીજા પક્ષમાંથી આવેલા ધારાસભ્યોને સાથે લઈને ચાલવામાં નિષ્ફળ રહ્યા. તેવામાં સરકાર ખતરામાં આવી શકતી હતી. ભાજપ કોઈ જોખમ લેવા ઈચ્છતુ નથી. 


5. યેદિયુરપ્પાની વધતી ઉંમર- યેદિયુરપ્પાને મુખ્યમંત્રી તરીકે યથાવત રાખવા ભાજપ માટે મુશ્કેલ હતા કારણ કે તેમની ઉંમર 80 વર્ષની નજીક છે. જ્યારે ભાજપે 75 વર્ષ નિવૃતિની ઉંમર નક્કી કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube