અમદાવાદ: નૌસેના દિવસ (Indian Navy Day 2019) દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે નૌસેનાના જાંબાજોને યાદ કરવામાં આવે છે. નેવી ડે (Navy Day) 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેના (Indian Navy)ની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. પાકિસ્તાની સેના 3 ડિસેમ્બરના રોજ આપણા હવાઇ ક્ષેત્ર અને બોર્ડ વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ હુમલાએ 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. પાકિસ્તાનને જડબાતોદ જવાબ આપવા માટે 'ઓપરેશન ટ્રાઇટેંડ' ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન પાકિસ્તાની નૌસેનાના કરાંચી સ્થિત મુખ્યાલયને નિશાના પર લઇને શરૂ કરવામાં આવ્યું હતું. એક મિસાઇલ હોડી અને બે જહાજોની એક આક્રમણકારી સમૂહે કરાંચીના તટ પર જહાજોના સમૂહ પર હુમલો કરી દીધો. આ યુદ્ધમાં પહેલીવાર જહાજ પર હુમલો કરનારી એન્ટી શિપ મિસાઇલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાકિસ્તાનના ઘણા જહાજોને નેસ્તનાબૂદ કરી દીધા હતા. આ દરમિયાન પાકિસ્તાનના ઓઇલ ટેન્કર જહાજ પણ નષ્ટ થઇ ગયા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાત દિવસ સુધી સળગતો રહ્યો કરાંચીનો તેલ ડેપો
કરાંચી હાર્બર ફ્યૂલ સ્ટોરેજ નષ્ટ થઇ જતાં પાકિસ્તાની નૌસેનાની કમર તૂટી ગઇ હતી. કરાંચીના તેલ ટેન્કરોમાં લાગેલી આગની લપેટોને 60 કિલોમીટર દૂરથી જોઇ શકાતી હતી. તમને જણાવી દઇએ કે કરાંચીના ઓઇલ ડેપોમાં લાગેલી આગને સાત દિવસો સુધી ઓલવી શકાઇ ન હતી. 


નૌસેના (Navy Day) 4 ડિસેમ્બરના રોજ કેમ ઉજવે છે?
નૌસેના
દિવસ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જીત પ્રાપ્ત કરનાર ભારતીય નૌસેનાની શક્તિ અને બહાદુરીને યાદ કરતાં ઉજવવામાં આવે છે. 'ઓપરેશન ટ્રાઇડેંટ હેઠળ 4 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય નૌસેનાને પાકિસ્તાનના કરાંચી નૌસૈનિક અડ્ડા પર હુમલો કરી દીધો હતો. આ ઓપરેશનને ધ્યાનમાં રાખતાં 4 ડિસેમ્બરના રોજ દર વર્ષે નૌસેના દિવસ ઉજવવામાં આવે છે. 


ભારતીય નૌસેનાનો ઇતિહાસ
ભારતીય નૌસેના (Indian Navy) ભારતીય સેનાનું સામુદ્વિક અંગ છે જેની સ્થાપના 1612માં થઇ હતી. ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે East India Company's Marineના રૂપમાં સેનાની રચના કરી હતી. ત્યારબાદ રોયલ ઇન્ડીયન નૌસેના નામ આપવામાં આવ્યું. ભારતની આઝાદી બાદ 1950માં નૌસેનાની રચના થઇ અને તેને નૌસેના નામ આપવામાં આવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube