કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસ અને ભાજપે 22 જાન્યુઆરીના સમારોહને સંપૂર્ણ રીતે રાજનીતિક 'નરેન્દ્ર મોદી ફંકશન' બનાવી દીધુ છે. 2024 લોકસભા ચૂંટણીની બરાબર પહેલા ભારત જોડો ન્યાય યાત્રા લઈને ચાલી રહેલા રાહુલ ગાંધીએ ઈમ્ફાલમાં કહ્યું કે આ એક આરએસએસ-ભાજપ ફંકશન બની ગયું છે.  કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જેના કારણે તેઓ સમારોહમાં જશે નહીં. રાહુલે કહ્યું કે અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ. શંકરાચાર્યોના 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ન જવા તરફ ઈશારો કરીને તેમણે કહ્યું કે હિન્દુ ધર્મની સૌથી મોટી ઓથોરિટીઝે પણ આ સમારોહ વિશે પોતાનો મત જાહેર કર્યો છે કે તેઓ 22 જાન્યુઆરીના સમારોહ વિશે શું વિચારે છે કે આ એક રાજનીતિક સમારોહ છે. 


અંતમાં તેમણે કહ્યું કે આથી અમારા માટે આવા રાજકીય સમારોહમાં જવું મુશ્કેલ છે. ભારતના પ્રધાનમંત્રી અને આરએસએસનું ફંક્શન હોવાના કારણે 22 જાન્યુઆરીના રોજ કોંગ્રેસ અધ્યક્ષ જઈ રહ્યા નથી. રાહુલે એમ પણ કહ્યું કે કોંગ્રેસમાંથી કોઈ જવા ઈચ્છતું હોય તો કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube