મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે તેની જાહેરાત આવતીકાલે થશે. પરંતુ તે પહેલાં કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાયુતિમાં મુખ્યમંત્રી અંગેની ખેંચતાણને દૂર કરી દીધી છે... શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરતાં કહ્યું કે તે પોતાની જાતને ક્યારેય મુખ્યમંત્રી સમજતા નથી... તે પોતાની જાતને કોમનમેન જ સમજે છે... ત્યારે શું શિંદેએ ભાજપના પ્રેશર સામે સરેન્ડર કર્યુ?... શિંદેની પીછેહઠથી ફડણવીસનો માર્ગ મોકળો બનશે?... જોઈશું આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રીને લઈને મહાયુતિમાં ખેંચતાણ ચાલુ છે... તેની વચ્ચે શિવસેના નેતા અને કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી અને મહાયુતિની મુશ્કેલી દૂર કરી દીધી... 


એકનાથ શિંદેએ આ દરમિયાન કહ્યું મેં ક્યારેય પોતાની જાતને મુખ્યમંત્રી સમજી નથી... હું હંમેશા પોતાની જાતને કોમનમેન જ સમજું છું... જેના પરથી લાગી રહ્યું છે કે તેમણે ભાજપ સામે સરેન્ડર કરી દીધું છે.... 


મહાયુતિની સરકાર બનાવવામાં ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મૂકતાં એકનાથ શિંદેએ કહ્યું કે સરકારને કોઈ અડચણ નથી... મેં પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ફોન કરીને આ અંગે જાણ કરી દીધી છે... 


એકનાથ શિંદેએ પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે... જોકે અંતિમ નિર્ણય પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે લેવાનો છે... ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે એકનાથ શિંદેએ સરેન્ડર કરતાં તેમને શું-શું મળી શકે છે?...


નંબર-1
પુત્ર શ્રીકાંત શિંદેને ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવે...
નંબર-2
પોતાને મહાયુતિ સરકારના સંયોજક બનાવવામાં આવે...
નંબર-3
ગૃહમંત્રીની સાથે અનેક મલાઈદાર મંત્રાલય આપવામાં આવે...
નંબર-4
BMCમાં શિવસેનાનો રાજા બને
નંબર-5
કેન્દ્ર સરકારમાં મોટું મંત્રાલય ફાળવવામાં આવે


એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના મુખ્યમંત્રી અંગેનો માર્ગ મોકળો કરી દીધો... તો મહારાષ્ટ્ર ભાજપે તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ કરીને તેમના રાજ્યના શ્રેષ્ઠ મુખ્યમંત્રી ગણાવી દીધા... 


એકનાથ શિંદેએ હથિયાર એટલા માટે પણ નીચે મૂકી દીધા... કેમ કે આ વખતે ભાજપે એકલા હાથે 132 બેઠકો જીતી છે... અને સરકાર બનાવવા માટે તેને 12 બેઠકોની જ જરૂર છે.. જોકે એકનાથ શિંદેએ પોતાની ચતુરાઈનો ઉપયોગ કર્યો છે... ત્યારે મુખ્યમંત્રીની કુર્બાની આપનાર એકનાથ શિંદેને મહારાષ્ટ્ર સરકારમાં શું ઈનામ મળે છે તે જોવું રહ્યું..