Knowledge Story: તમે મોટોભાગે જોયું હશે ડીટીએચનું એન્ટીના ત્રાંસુ લાગેલું હોય છે. શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે ડીટીએચનું એન્ટીના હંમેશા ત્રાંસુ લગાવવામાં આવે છે. આખરે તેના લીધું કારણ શું છે? ઘણા લોકો એ પણ વિચારતા નથી કે ડીટીએચની છત્રીઓને ત્રાંસી કેમ લગાવવામાં આવે છે. જોકે આ છત્રીઓને જોઇને આપણને તેને આદત થઇ ચૂકી છે પરંતુ આપણે વિચારતા નથી કે આવું કેમ હોય છે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમે ક્યારે વિચાર્યું છે ડીટીએચ એન્ટીનને જો સીધું લગાવવામાં આવે તો શું થશે? જો આપણે ડીટીએચ એન્ટીનાને સીધું લગાવીશું તો કિરણ તેના કોનકેવ સરફેસથી ટકરાઇને રિફ્લેક્ટ કરીને પરત જતા રહેશે, જેથી કિરણ ફોકસ પર કેન્દ્રીત થઇ શકશે નહી. ડીટીએચ એન્ટીના ઓફસેટ હોય છે. એટલે કે આ કાનકેવ સર્ફેસ સાથે મેચ થાય છે. આ થોડી અંદર તરફ વળેલી હોય છે. જ્યારે આ સર્ફેસ પર સિગ્નલ ટકરાય છે તો એન્ટીનામાં લગેલા ફીડ હોર્ન પર આ કેન્દ્રીત થઇ જાય છે. સિગ્નલ્સને આ ફીડ ગોર્ન રિસીવ કરે છે. 


તમારા ધાબા પર લગાવવામાં આવેલી ડીટીએચ છત્રી ત્રાંસી લગાવવા પાછળ પણ એક કારણ છે. જો તેને ત્રાંસી લગાવવામં નહી આવે તો તે પોતાનું કામ કરશે નહી. એન્ટીના સિગ્નલ્સ કેચ કરીને તેને આપણ ટીવીમાં પિક્ચરમાં કન્વર્ટ કરે છે. જો એન્ટીનાને ત્રાંસું લગાવવામાં નહી આવે તો આમ નહી થાય. તેને લગાવવા પાછળનું કારણ છે તેની ડિઝાઇન. ત્રાંસી હોવાના કારણે કોઇ કિરણ તેના કોનકેવ સરફેસ સાથે ટકરાય છે તો આ રિફ્લેક્ટ કરીને પરત જતા નથી. તેની ડિઝાઇનના કારણે આ કિરણ ફોકસ પર કેંદ્રીત થાય છે. તમને જણાવી દઇએ કે ફોકસ સરફેસના મીડિયમથી થોડા દૂર હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube