ISRO એ રચ્યો ઈતિહાસ, ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ સફળ, ક્રૂ કેપ્સૂલે સમુદ્રમાં કર્યું સુરક્ષિત લેન્ડિંગ
Gaganyaan Mission Lunch: ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ ગગનયાન મિશનના ક્રૂ મોડલનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. અંતરિક્ષ એજન્સીને બીજા પ્રયાસમાં સફળતા મળી છે.
નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોને વધુ એક સફળતા મળી છે. ઈસરોએ ગગનયાન મિશનના ક્રૂ મોડલને સફળતાપૂર્વક લોન્ચ કરી લીધુ છે. અંતરિક્ષ એજન્સીને બીજા પ્રયાસમાં સફળતા મળી છે. આજે સવારે 8.30 કલાકે તેનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તકનીકી કારણોથી તેને ટાળી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ 10 કલાકે ફરી પ્રયાસ કરવામાં આવ્યો અને આ વખતે ઈસરોને સફળતા મળી છે. ગગનયાનના પ્રથમ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (ટીવી-ડી1) ને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે.
ગગનયાન મિશનની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળઃ ISRO ચીફ
ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે મને જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગગનયાન મિશન ટીવી-ડી1 મિશનની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળ રહી છે. આ મિશનનો હેતુ ક્રૂ એસ્કેપ સિસ્ટમની તપાસ કરવાનો હતો.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube