નવી દિલ્હીઃ અદાણી ગ્રુપ અને  ગૌતમ અદાણી બંને માટે આજે સવારે એક ખરાબ સમાચાર આવ્યા હતા. અમેરિકાના ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી પર સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગેરમાર્ગે કરવાના આરોપ લગાવ્યો છે.  તેમના પર લાંચ આપવાનો અને ફ્રોડ આચરવાનો આરોપ લાગ્યો છે તેમાં ગ્રુપ સાથે જોડાયેલા સાત અન્ય લોકો પણ સામેલ છે. આરોપો બાદ અદાણી ગ્રુપની દરેક કંપનીના શેરમાં આજે મોટો ઘટાડો થયો હતો. પરંતુ અહીં એક સવાલ લોકોના મનમાં થઈ રહ્યો છે કે જ્યારે લાંચ ભારતીય અધિકારીઓને આપવામાં આવી તો કેસ કેમ અમેરિકામાં દાખલ કરવામાં આવ્યો? અમે તમને આ કેસ અંગે સમગ્ર માહિતી આપીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌતમ અદાણી પર શું આરોપ લાગ્યા?
અમેરિકાની ડિસ્ટ્રિક્ટ  કોર્ટે કહ્યું કે વર્ષ 2020થી 2024 વચ્ચે એક ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી કંપનીએ સોલર એનર્જી સપ્લાય કોન્ટ્રાકટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો રસ્તો અપનાવ્યો. આરોપ પત્રમાં કહેવાયું છે કે અદાણી અને અન્ય લોકોએ લગભગ 265 મિલિયન ડોલરની લાંચ આપી છે. તેમને આશા હતી કે આ કોન્ટ્રાક્ટથી આગામી બે દાયકામાં 2 બિલિયન ડોલરથી વધુનો ફાયદો થશે. SEC નો એવો પણ દાવો છે કે યોજનામાં સામેલ કેટલાક લોકોએ ગૌતમ અદાણી માટે 'ન્યૂમેરો ઉનો' અને 'ધ બિગ મેન' જેવા કોડ વર્ડ વાપર્યા. આરોપ લાગ્યો છે કે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને એક અન્ય એક્ઝીક્યુટિવ વનીત જૈને અદાણી ગ્રીન એનર્જી માટે 3 અબજ ડોલરથી વધુની લોન અને બોન્ડ મેળવવા માટે લેણદારો અને રોકાણકારોથી લાંચને છૂપાવી રાખી. 


અમેરિકામાં અદાણી સામેના આરોપોની યાદી
1. અમેરિકન રોકાણકારો સામે છેતરપિંડી
2. સૌર ઉર્જા કરાર માટે લાંચ
3. ભારતીય અધિકારીઓને લાંચની ઓફર કરી
4. આશરે રૂ. 2110 કરોડની લાંચની ઓફર
5. રોકાણકારો, બેંકોને અંધારામાં રાખ્યા
6. રોકાણકારો પાસેથી $3 બિલિયન એકત્ર કર્યા


કેસમાં કોના કોના નામ?
- ગૌતમ અદાણી (62)
- સાગર એસ અદાણી (30)
- વિનિત એસ, જૈન, (53)
- રંજીત ગુપ્તા ( 54)
- સિરિલ કબાનેસ (50)
- સૌરભ અગ્રવાલ (48)
- દીપક મલ્હોત્રા (45)
- રૂપેશ અગ્રવાલ (50)


અમેરિકામાં કેસ દાખલ થયો કેસ
બધા લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે આ લાંચ ભારતમાં આપી તો અમેરિકામાં કેસ કેમ થયો તે પણ જાણી લો. અમેરિકી ઓથોરિટી આ કેસની તપાસ કરી રહી છે. એજન્સી તપાસ કરી રહી છે કે શું અદાણી ગ્રુપે પોતાના ફાયદા માટે લાંચ આપી અને ભારત સરકારના અધિકારીઓને ખોટી રીતે પેમેન્ટ્સ કર્યાં? આ કેસ અમેરિકામાં દાખલ થયો છે કારણ કે જે પ્રોજેક્ટમાં વિવાદ થયો, તેમાં અમેરિકી ઈન્વેસ્ટર્સના પૈસા લાગેલા હતા અને અમેરિકી કાયદા મુજબ તે પૈસાને લાંચના રૂપમાં આપવામાં આવ્યા, જે ત્યાંના કાયદા પ્રમાણે ગુનો છે. 


US Foreign Corrupt Practices Act શું છે?
અમેરિકામાં, આવા કેસો 'ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટ' (FCPA) હેઠળ હાથ ધરવામાં આવે છે. આ કાયદા વિશેની માહિતી અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તદનુસાર, FCPA સામાન્ય રીતે વ્યવસાય મેળવવા અથવા જાળવી રાખવા માટે વિદેશી અધિકારીઓની લાંચ પર પ્રતિબંધ મૂકે છે. આ કાયદો વિશ્વની તમામ સાર્વજનિક રૂપે વેપાર કરતી કંપનીઓ અને તેમના અધિકારીઓ, નિર્દેશકો, કર્મચારીઓ, શેરધારકો અને એજન્ટોને લાગુ પડે છે. એજન્ટોમાં તૃતીય પક્ષ એજન્ટો, સલાહકારો, વિતરકો, સંયુક્ત સાહસ ભાગીદારો અને અન્યનો સમાવેશ થઈ શકે છે.


FCPA એ પણ કહે છે કે કંપનીઓ પાસે તમામ વ્યવહારોનો ચોક્કસ રેકોર્ડ હોવો જોઈએ. SEC તેની 'લાંચ વિરોધી અને એકાઉન્ટિંગ જોગવાઈ' હેઠળ પગલાં લઈ શકે છે. FCPAનું ઉલ્લંઘન કરવાથી કંપનીઓને ખોટી રીતે મેળવેલી સંપત્તિ પરત કરવાની જરૂર પડી શકે છે. આના પર વ્યાજ પણ વસૂલવામાં આવી શકે છે અને આ ઉપરાંત દંડ પણ થઈ શકે છે.