Canada Immigration Policy: ભારત ખાસ કરીને પંજાબના અનેક વિદ્યાર્થીઓનું સપનું હોય છે કે તેઓ કેનેડા જાય, ભણે, નોકરી કરે અને પછી કેનેડામાં જ સેટલ થઈ જાય. કેનેડા પોતાની ઈમિગ્રેશન પોલીસી હેઠળ અન્ય દેશોના વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ બાદ સ્થાયી નાગરિકતા ઓફર કરે છે. પરંતુ કેનેડામાં હાલ સાતસોથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે જેમાંથી મોટાભાગના પંજાબથી કેનેડા અભ્યાસ કરવા માટે ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિદ્યાર્થીઓનું કેનેડાની નાગરિકતા મેળવવાનું સપનું તૂટી ગયું છે. એટલું જ નહીં આ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાથી ડિપોર્ટેશનનો સામનો કરવો પડી શકે છે. તેમને કેનેડાના અધિકારીઓએ ડિપોર્ટેશનની નોટિસ પકડાવી છે. જેના વિરોધમાં આ વિદ્યાર્થીઓ 29મી મેથી રસ્તાઓ પર ઉતર્યા છે અને કેનેડાની સરકારને પોતાનો નિર્ણય બદલવાની અપીલ કરી રહ્યા છે. અનેક શીખ કમ્યુનિટિઝ અને વિદ્યાર્થીઓના યુનિયને આ મામલે ભારત સરકાર પાસે મદદ માંગી છે. 


વિદ્યાર્થીઓ સાથે થઈ છેતરપિંડી
તો આખરે આ મામલો શું છે? આખરે કેનેડામાં અભ્યાસ કરી રહેલા આ સાતસોથી વધુ ભારતીય વિદ્યાર્થીઓની ભૂલ શું છે? હકીકતમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું ઈમિગ્રેશન ફ્રોડ છે. જે આ વિદ્યાર્થીઓ સાથે થયું છે જેને અમે આજે તમને વિસ્તારપૂર્વક જણાવીશું. સૌથી પહેલા અમે તમને એ જણાવીશું કે કેનેડાના અધિકારીઓએ ભારતીય વિદ્યાર્થીઓને દેશ છોડવાની નોટિસ કેમ આપી છે. 



કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી એટલે કે CBSA મુજબ કેનેડામાં અભ્યાસ કરતા સાતસોથી વધુ ભારતીય વિદ્યાર્થીઓના કોલેજમાં પ્રવેશપત્રો નકલી મળ્યા છે. જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ 2018 અને 2019માં ભણવા માટે કેનેડા આવ્યા હતા. CBSA ને આ અંગે જાણકારી ત્યારે મળી  જ્યારે ભારતીય વિદ્યાર્થીઓએ માર્ચ 2023માં કેનેડામાં પીઆર માટે અરજી કરી હતી. 


તમે વિચારશો કે શું સાતસોથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને ફેક પ્રવેશપત્ર દ્વારા કેનેડામાં પ્રવેશ કેવી રીતે મળી ગયો? અને કેનેડિયન ઓથોરિટીને ખબર પણ કેમ ન પડી? આ એ સવાલ છે જેના જવાબ તમને ત્યારે ખબર પડશે જ્યારે તમે આ ફ્રોડ અંગે પૂરેપૂરું જાણશો. તો સૌથી પહેલા એ સમજો કે કેનેડાની સરકાર કયા આધારે એ કહી રહી છે કે ભારતીય વિદ્યાર્થીઓના કોલેજ એડમિશનનો ઓફર લેટર નકલી છે. 


વાત જાણે એમ છે કે કેનેડામાં અભ્યાસ માટે વિઝા લેવા માટે એ જરૂરી છે કે તમારી પાસે કેનેડાની કોઈ યુનિવર્સિટી કે એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટનો ઓફર લેટર હોય. વિઝા એપ્લિકેશનની સાથે જ આ ઓફર લેટર લગાવવાનો હોય છે અને ઓફર લેટરના આધારે જ વિઝા આપવામાં આવે છે. હવે કેનેડાની બોર્ડર સર્વિસ એજન્સીનું કહેવું છે કે જે ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટેશનની નોટિસ આપવામાં આવી છે તેમને જે ઓફર લેટરના આધારે વિઝા ઈશ્યું થયા હતા તે ઓફર લેટર જ નકલી છે. 



ભારતમાં જ થયું ભારતીય વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ
હવે તમે એ વિચારશો કે જ્યારે ઓફર લેટર જ ફેક હતો તો આ વિદ્યાર્થીઓએ કેનેડાની એ કોલેજમાં અભ્યાસ કેવી રીતે કર્યો. કોઈને ખબર કેમ ન પડી? હકીકતમાં પોતાની સાથે થયેલા આ ફ્રોડનો અંદાજો ભારતીય વિદ્યાર્થીઓને પણ નહતો લાગ્યો. કારમ કે તેઓ જે કોલેજના ઓફર લેટરના આધારે વિઝા લઈને  કેનેડા ગયા હતા તે કોલેજમાં તેમને એડમિશન મળ્યું નહતું. એટલે કે વિદ્યાર્થીઓની સાથે ભારતમાં જ ફ્રોડ  થયું હતું. હવે આ ફ્રોડ કેવી રીતે થયું? એ પણ તમને જણાવીએ. 


બધાની વાર્તા એક જેવી
સૌથી પહેલીવાત એ છે કે કેનેડામાં ડિપોર્ટેશન નોટિસ મેળવનારા લગબગ તમામ વિદ્યાર્થીઓની કહાની એક જેવી છે. આ બધા વિદ્યાર્થીઓ લગભગ પંજાબના છે અને આ બધા વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ કરનાર પણ એક જ વ્યક્તિ છે. જલંધરનો એક ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ બૃજેશ મિશ્રા આ સમગ્ર કાંડનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે. આરોપ છે કે તેણે જ વિદ્યાર્થીઓને કોલેજો અને યુનિવર્સિટીઓના નકલી ઓફર લેટરના આધારે કેનેડા મોકલ્યા હતા જેની આખી મોડસ ઓપરેન્ડી પણ સમજો. 


વિદ્યાર્થી દીઠ 16 લાખ લીધા
જલંધરનો એજન્ટ બૃજેશ મિશ્રા કેનેડાની કોલેજોમાં એડમિશન કરાવવાના બદલામાં દરેક વિદ્યાર્થી  પાસેથી 16 લાખ રૂપિયા વસૂલતો હતો. ત્યારબાદ તે વિદ્યાર્થીઓને કેનેડાની કોલેજનો નકલી ઓફર લેટર અપાવતો હતો અને વિઝા લગાવડાવીને કેનેડા મોકલતો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા કે તેમનું નામ કોલેજોના એડમિશન લિસ્ટમાં નથી તો તે બહાનું બનાવતો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓનું એડમિશન બીજી કોલેજોમાં કરાવી દેતો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ બીજી કોલેજમાં એડમિશન લઈને પોતાનો અભ્યાસ પૂરો કરી લેતા હતા. જે સંપૂર્ણ રીતે લીગલ છે. 


હવે તમને એ સવાલ થશે કે તો પછી ગેરકાનૂની શું છે? જ્યારે વિદ્યાર્થીઓએ બીજી કોલેજમાં એડમિશન લઈને અભ્યાસ કરી લીધો તો પછી ફ્રોડ કેવી રીતે થયું. હવે આ સમગ્ર વાત સમજવા જેવી છે. 



હકીકતમાં કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીએ ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટેશનની નોટિસ એટલા માટે આપી કારણ કે આ વિદ્યાર્થીઓના વિઝામાં જે ઓફર લેટરનો ઉલ્લેખ છે તે નકલી છે. એટલે કે નકલી ઓફર લેટર દ્વારા આ વિદ્યાર્થીઓને વિઝા મળ્યા હતા. આથી કેનેડાના અધિકારીઓ કહે છે કે જે ભારતીય વિદ્યાર્થીઓ નકલી દસ્તાવેજોના આધારે વિઝા લઈને કેનેડા આવ્યા હતા તેમને કેનેડાથી ડિપોર્ટ કરવા એ જ કાયદો છે. 


કોણ છે આ ફ્રોડનો માસ્ટરમાઈન્ડ બૃજેશ મિશ્રા?
આ સમગ્ર ઈમિગ્રેશન ફ્રોડનો માસ્ટરમાઈન્ડ બૃજેશ મિશ્રા બિહારના દરભંગાનો રહીશ છે. તેણે વર્ષ 2013માં જલંધરમાં Easy Way Immigration Consultancy નામની ફર્મ શરૂ કરી હતી. થોડા મહિા બાદ વર્ષ 2014માં તે પહેલીવાર વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ કરતા પકડાયો હતો. બૃજેશ મિશ્રા વિરુદધ પંજાબમાં અલગ અલગ પોલીસમથકોમાં 10થી વધુ કેસ દાખલ છે. 


માસ્ટરમાઈન્ડ બૃજેશ મિશ્રાના દબદબાનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો કે લગભગ દસ વર્ષથી તે વિદ્યાર્થીઓને નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલતો રહ્યો. પરંતુ તેના વિરુદ્ધ કેસ તો થયા પરંતુ કોઈ કાર્યવાહી આજ સુધી થઈ નથી. તે એટલો શાતિર છે કે કાં તો તે ફરિયાદ કરનારા સાથે સમાધાન કરવામાં સફળ થઈ જતો કે પછી સેટિંગ કરીને પોતાના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી રોકી દેતો હતો. જેનું પરિણામ એ આવ્યું કે તેના ભોગ બનેલા સાતસોથી વધુ વિદ્યાર્થીઓ કેનેડામાં ડિપોર્ટેશન નોટિસ ઝેલી રહ્યા છે અને તે પોતે પોલીસની પકડથી હજુ બહાર છે. 



શું કહેવું છે વિદ્યાર્થીઓનું
આ સલગ્ર ફ્રોડનો ભોગ બનેલા દરેક વિદ્યાર્થીનું એ જ કહેવું છે કે તેમની તો કોઈ ભૂલ જ નથી કારણ કે તેમણે જે કન્સલ્ટન્સી ફર્મ દ્વારા કેનેડામાં અભ્યાસ માટે વિઝા મેળવ્યા હતા તેણે જો કોઈ ફ્રોડ કર્યું હોય તો તેની જવાબદારી તેઓ કેવી રીતે લે. પરંતુ કેનેડાની ઓથોરિટી આ વાત માનવા માટે તૈયાર નથી. કારણ કે વિદ્યાર્થીઓ પાસે એવા કોઈ પુરાવા નથી કે જેના દ્વારા ખબર પડે કે  તેમણે વિઝા અપ્લાય કોઈ ફર્મ દ્વારા કર્યું હતું અને આ બધુ માસ્ટરમાઈન્ડ બૃજેશ મિશ્રાની ચાલાકીના કારણે થયું છે. જેણે વિદ્યાર્થીઓના વિઝા એપ્લિકેશન પર ન તો ક્યાંય પણ સાઈન કરી કે ન તો પોતાની ફર્મના સ્ટેમ્પ લગાવ્યા અને વિદ્યાર્થીઓના જ હસ્તાક્ષર કરાવ્યા જેથી કરીને એવું લાગે કે વિદ્યાર્થીઓએ પોતે જ વિઝા એપ્લિકેશન ફાઈલ કરી છે. 


આથી હવે આ મમલો એટલો ગૂંચવાઈ ગયો છે કે પંજાબના NRI મામલાના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે અને ત્યારબાદ હવે ભારતનું વિદેશ મંત્રાલય પણ એક્ટિવ થઈ ચૂક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube