17 વર્ષ બાદ નાઈજિરિયાના પ્રવાસે ભારતીય પ્રધાનમંત્રી, જાણો કેમ ઈન્ડિયા માટે મહત્વનો છે આ દેશ
ભારત નાઈજીરીયાનું સૌથી મોટું બિઝનેસ ભાગીદાર છે અને નાઈજીરીયા આફ્રિકામાં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ઈન્ડિયા લાગોસના કોન્સ્યુલેટ જનરલના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ભારત અને નાઈજીરિયા વચ્ચેનો વેપાર $7.89 બિલિયન રહ્યો હતો. જે નાણાકીય વર્ષ 2022-23માં 11.8 અબજ ડોલર જોવામાં આવ્યું હતું.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી મોદી 3 દેશના પ્રવાસ માટે નવી દિલ્લીથી રવાના થયા... જેમાં સૌથી પહેલાં તે નાઈજીરિયાના પ્રવાસે પહોંચશે... જેના કારણે પાડોશી દેશ ચીનના પેટમાં તેલ રેડાયું છે... ભારતના કોઈ પ્રધાનમંત્રી કેટલાં વર્ષ પછી નાઈજીરિયા પહોંચશે?... ભારત માટે નાઈજીરિયા કેમ મહત્વનું છે?... જોઈશું આ અહેવાલમાં...
PM જવાહરલાલ નેહરૂએ પહેલીવાર નાઈજીરીયાની મુલાકાત લીધી... જેમાં તેમણે પ્રધાનમંત્રી તફવા બલેવાની સાથે મુલાકાત કરી હતી. PM અટલ બિહારી વાજપેયીએ કોમનવેલ્થ ગેમ્સની મીટિંગ અંતર્ગત મુલાકાત લીધી.
PM મનમોહન સિંહે નાઈજીરિયાની મુલાકાત સમયે અનેક મહત્વના કરાર કર્યા. PM મોદી 17 વર્ષ પછી નાઈજીરિયાના પ્રવાસે છે... જ્યાં તે અનેક મહત્વની સમજૂતી પર કરાર કરશે.
ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે... જ્યારે નાઈજીરિયા આફ્રિકાનો સૌથી મોટો લોકશાહી દેશ છે... ત્યારે લોકશાહીમાં વિશ્વાસ ધરાવતાં બંને દેશના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે મુલાકાત થશે... કેમ કે પ્રધાનમંત્રી મોદી નવી દિલ્લીથી નાઈજીરિયા માટે રવાના થયા...
ભારતના પ્રધાનમંત્રી મોદીની નાઈજીરિયાની મુલાકાત બંને દેશો માટે સંબંધોની દ્રષ્ટિએ મહત્વની છે... કેમ કે બંને દેશો વચ્ચે 2007થી સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ છે. બંને દેશો વચ્ચે આર્થિક, ઉર્જા અને ડિફેન્સ ક્ષેત્રમાં ઝડપથી સંબંધો વધ્યા છે. 200થી વધારે ભારતીય કંપનીઓએ નાઈજીરિયામાં રોકાણ કર્યુ છે. જે વિવિધ ક્ષેત્રમાં લગભગ 27 બિલિયન ડોલરથી વધારેનું છે...
PMની આ યાત્રાથી આર્થિક સંબંધો વધારે મજબૂત થવાની સંભાવના છે. ભારત નાઈજીરિયાની કંપનીઓ પર હાવી છે... ફાર્માથી લઈને ટુ-વ્હીલર કંપનીઓ નાઈજીરિયન લોકો માટે રોજગારનો મોટો સ્ત્રોત છે...
નાઈજીરિયા ભારત માટે કેમ મહત્વનું છે... તે પણ સમજી લો
નાઈજીરિયા તેલ અને ગેસનો વિશાળ ભંડાર છે...
ભારતની ઉર્જા જરૂરિયાત નાઈજીરિયા પૂરી કરે છે...
ઉર્જા, ખાણકામ, ફાર્માસ્યુટિકલ અને ITમાં ભારતનું રોકાણ વધી રહ્યું છે...
ભારત નાઈજીરિયાને દવાઓ અને બાઈક એક્સપોર્ટ કરે છે...
નાઈજીરિયા ભારતને તેલ, ગેસ અને ખાતર આપે છે...
નાઈજીરિયા ચીન-નેધરલેન્ડ પછી ભારતનું મોટું બિઝનેસ પાર્ટનર છે...
બંને દેશ વચ્ચે 2021-22માં 1 લાખ 26 હજાર 233 કરોડનો વેપાર થયો હતો...
જ્યારે 2023-24માં 99,629 કરોડ રૂપિયાનો વેપાર થયો છે...
નાઈજીરિયાના પ્રધાનમંત્રી અહેમદ ટીનુબુએ ગયા વર્ષે જી-20 સમિટ માટે ભારત આવીને પોતાની મિત્રતા નીભાવી હતી... હવે ટીનુબુના આમંત્રણ પર પીએમ મોદી નાઈજીરિયા જઈ રહ્યા છે... ત્યારે આશા રાખીએ કે બંને દેશના સંબંધો વધુ ગાઢ બને... અને ગાઢ મિત્રતાનો નવો પર્યાય બને...