નવી દિલ્હી: નવું વર્ષ (New Year) શરૂ થઈ ગયું છે અને નવા વર્ષમાં કોરોના વાયરસ (Coronavirus)  ને કારણે ગભરાવાના બદલે સાવચેત રહેવાની જરૂર છે. ઓમિક્રોન (Omicron) ચોક્કસપણે ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ તે ગંભીર નથી. એમ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા (Randeep Guleria) નું કહેવું છે. રણદીપ ગુલેરિયા (Randeep Guleria) એ જણાવ્યું હતું કે ઓમિક્રોનમાં એ વાતની સંભાવના ઓછી છે કે કે દર્દીઓને ઓક્સિજન સપોર્ટ (Oxygen Support) ની જરૂર પડે, તેથી ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન કરવાની જરૂર નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાનો 'અંતકાલ'
વિશ્વભરના ઘણા વૈજ્ઞાનિકો ઓમિક્રોનને Endemic ની શરૂઆતના પ્રથમ તબક્કા તરીકે માની રહ્યા છે અને તેની પાછળ કેટલાક નક્કર વૈજ્ઞાનિક કારણો પણ છે. એક્સપર્ટના અનુસાર જ્યારે દેશમાં 60 થી 70 ટકા લોકોમાં ઇન્ફેકશન અથવા રસીથી એન્ટિબોડીઝ આવી જાય છે, ત્યારે નવો Mutated પોતાને નબળો અને શરીર માટે ઓછો ઘાતક બનાવવાનું શરૂ કરે છે. જો કે, તે ઝડપથી ફેલાઈ રહ્યો છે જેથી તે વધુને વધુ માણસોના શરીરમાં પોતાનું ઘર બનાવી લે.

શું ઓમિક્રોન 100 વર્ષ પહેલાંના સ્પેનિશ ફ્લૂના હળવા વેરિએન્ટની જેમ કોવિડ મહામારીનો અંત લાવશે?


Omicron અને ડેલ્ટા વેરિઅન્ટ્સ વચ્ચે શું છે તફાવત?
બંને વેરિઅન્ટના ફેલાવાની ઝડપ વિશે વાત કરીએ તો, ઓમિક્રોનનો ફેલાવો દર ડેલ્ટા વેરિઅન્ટ કરતાં 70 ગણો વધુ છે, જ્યારે ડેલ્ટા વેરિઅન્ટના ફેલાવાનો દર ફ્લૂ કરતાં 10 ગણો વધુ છે. ડેલ્ટાની ફેફસાં પર અસર ખૂબ વધુ હોય છે. ડેટાની તુલનમાં ઓમિક્રોન ફેફસા પર અસર 10 ગણી ઓછી છે જ્યારે ડેલ્ટા વેરિઅન્ટની ફેફસાં પર અસર ઘણી વધારે છે. તમને યાદ હશે કે બ્લેક ફંગસ જેવો જીવલેણ બિમારી થઇ હતી અને હજારો લોકો યોગ્ય રીતે શ્વાસ ન લઇ શકતા મૃત્યું પામ્યા હતા.


ડેલ્ટાના મુકાબલે કેમ નબળો છે ઓમિક્રોન?
અત્રે ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન જ્યારે  શરીરમાં પ્રવેશે છે, ત્યારે તે શ્વસન માર્ગમાં જ વિકાસ પામે છે. મતલબ કે તે શ્વાસનળીમાં જ અટકી જાય છે અને ફેફસા સુધી પહોંચતાં પહોંચતાં તે એકદમ નબળો અથવા બિનઅસરકારક થઇ જાય છે. જ્યારે ડેલ્ટા શ્વાસનળીમાં રોકવાને બદલે તે ફેફસાં પર સીધો હુમલો કરે છે, તેથી જ તે વધુ ઘાતક છે.

સંન્યાસ લીધા બાદ ખુલીને સામે આવ્યા હરભજન સિંહ, MS Dhoni પર લગાવ્યા મોટા આરોપ


એન્ટિબોડીઝની દ્રષ્ટિએ બંને વેરિએન્ટની અસરો અલગ-અલગ છે. જોકે ઓમિક્રોન જ્યારે શ્વાસનળીમાં બંધ થઈ જાય છે, ત્યારે શરીરમાં હાજર આપણા એન્ટિબોડીઝ તેને આપમેળે નબળા પાડે છે અને આ બધું કુદરતી રીતે થાય છે, જ્યારે ડેલ્ટામાં એવું થતું નથી કારણ કે આ પ્રકારનો વાયરસ શ્વાસનળીમાં રોકાતો નથી પરંતુ  ફેફસાને સીધી અસર કરે છે.


ઓમિક્રોનમાં સૌથી મોટી રાહત એ છે કે તેનો મૃત્યુદર ઘણો ઓછો છે. જેઓ પહેલાથી જ ખૂબ બીમાર છે તેમના માટે થોડી ચિંતા નથી. ડેલ્ટા વેરિઅન્ટ અત્યંત ખતરનાક હતો અને તેનો મૃત્યુદર ઘણો ઊંચો છે. શું તમને યાદ છે કે ડેલ્ટા વેરિઅન્ટે આ વર્ષે એપ્રિલ અને મેમાં કેવી રીતે હોબાળો મચાવ્યો હતો? ધ્યાન રાખો કે ઓમિક્રોનના લક્ષણો ગળામાં ડંખ, બંધ નાક, પીઠના નીચેના ભાગમાં દુખાવો છે જ્યારે ડેલ્ટાના લક્ષણો શ્વાસ લેવામાં તકલીફ સહિતના છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube