નવી દિલ્હીઃ છેલ્લા ત્રણ મહિનામાં કોરોના વાયરસ (Corona Virus)એ વિશ્વમાં હડકંપ મચાવી દીધો છે. પરંતુ આ બધા વચ્ચે અત્યાર સુધી સૌથી મુશ્કેલીભરી વાત તે છે કે આ વાયરસને કારણે વૃદ્ધોના મોત વધુ થઈ રહ્યાં છે. વરિષ્ઠ નાગરિકોના મોતની કોયડો ઉકેલાય રહ્યો નથી. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ પોતાની શોધમાં આ કોયડો ઉકેલી લીધો છે. આ સમાચારને વાંચો કારણ કે આ તમારા કોઈ નજીકનાને બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું મળ્યું વૈજ્ઞાનિકોને પોતાની શોધમાં?
અમેરિકાના વૈજ્ઞાનિકોએ ચીન અન્ય દેશોમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનાર વૃદ્ધોની સઘન તપાસ કરી છે. તેમાં જાણવા મળ્યું કે, કોરોના વાયરસ તે વરિષ્ઠો માટે વધુ ખતરનાક છે જે પહેલાથી જ હ્રદય, કિડની અને ફેફસાની બીમારીનો સામનો કરી રહ્યાં છે. આ વાયરસ તે લોકો પર પણ વધુ ગંભીર સાબિત થાય છે જે ડાયાબિટિઝ કે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 60 વર્ષથી ઉપરના વ્યક્તિ પહેલા જ કોઈ બિન ચેપી રોગોથી ગ્રસિત હોય છે. સાથે આ ઉંમરમાં ઇમ્યૂનિટી પણ ઓછી હોય છે. આ કારણ છે કે વૃદ્ધો માટે કોરોના વાયરસ ઘાતક સાબિત થઈ રહ્યો છે. 


કોરોના વાયરસઃ મહારાષ્ટ્ર માટે ગુડ ન્યૂઝ, સારવાર બાદ સ્વસ્થ થયા 12 દર્દી   


સાર્સ અને મર્સથી ખુબ અલગ હોવું પણ મોતનું એક મોટું કારણ
વૈજ્ઞાનિકોની એક ટીમે કોરોના વાયરસના હુમલાની પણ તપાસ કરી છે. પોતાની શોધમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, કોરોના વાયરસ સાર્સ અને મર્સ જેવા ફ્લૂ વાયરસથી ખુબ અલગ છે. સાર્સ અને મર્સ કોઈ વ્યક્તિ પર સીધો હુમલો કરતો હતો અને તેની અસર સીધી દેખાતી હતી. આ દર્દીમાં ખુબ ધીમે ધીમે પોતાની અસર દેખાડવી શરૂ કરે છે. આ કારણ છે કે જ્યાં સુધી દર્દી હોસ્પિટલમાં તેની સારવાર કરાવે ત્યાં સુધી મોડું થઈ ગયું હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શ્વાસમાં થોડી તકલીફ કે હળવો તાવ પણ લાગે તો વૃદ્ધોએ તાત્કાલિક ડોક્ટર પાસે જવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના વધુ સમાચાર