મુંબઇ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ મુસ્લિમો મુદ્દે એક મહત્વનું નિવેદન આફ્યું છે. તેમણે લાઉડ સ્પીકર પર પઢાતી અઝાન મુદ્દે સવાલ પેદા કર્યો છે. રાજ ઠાકરેએ મુસ્લિમાનોને કહ્યું કે, તેમને રસ્તા પર નહી પરંતુ ઘરોમાં નમાઝ પઢવી જોઇએ. હાલ આ મુદ્દે મીડિયામાં ચર્ચા ચાલી રહી છે. મનસે પ્રમુખે કહ્યું કે, હું હંમેશા મુસ્લિમોને પુછું તો તમને અઝાન માટે લાઉડસ્પીકર્સની જરૂર શા માટે પડે છે ? તમારે દેખાડા કરવાની શું જરૂર છે ? જો તમે નમાઝ અદા કરવા માંગો છો તો તમે તેને ઘર પર પણ કરી શકો છો, તમે આ રીતે રસ્તા પર નમાઝ શા માટે અદા કરી રહ્યા છો ?

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ રાજ ઠાકરે ઘણીવાર વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. તેઓ મરાઠવાડા વિસ્તારમાં યાત્રા પર નિકળ્યા છે. તેમણે મરાઠા અનામતની માંગનું સમર્થન કરતા કહ્યું હતું કે મરાઠાઓને અનામતની માંગ ખુબ જ  જ જુની છે અને મહારાષ્ટ્ર સરકાર અનામત માટે આશ્વાસન પણ આપી ચુક્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ અને શિવસેના, બંન્ને જ પાર્ટીઓ દરેક મોર્ચા પર નિષ્ફળ રહી ચુકી છે. 

આપ્યો હતો મોદી મુક્ત ભારતનો નારો
રાજ ઠાકરેના આ નિવેદન મુદ્દે ઘણીવાર ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તેમણે મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા વિપક્ષી દળોની એકતા પર જોર આપ્યું છે અને 2019 સુધીમાં મોદી મુક્ત ભારત બનાવવાનું આહ્વાન કર્યું છે. તેમણે શિવાજી પાર્ક ખાતેની એક રેલીમાં કહ્યું કે, દેશ નરેન્દ્ર મોદી અને તેની સરકારના ખોટા વચનોથી ઉબાઇ ચુકી છે. 



રાજ ઠાકરેએ કહ્યું કે, આ દેશને મોદી મુક્ત ભારત બનાવવા માટે એનડીએ સરકારને બહારનો રસ્તો દેખાડવો પડશે. તમામ વિપક્ષી દળોને એક સાથે આવવું જોઇએ. મોદી સરકાર અંગે તેમણે કહ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)માં ગોટાળા કરીને ભાજપ ગત્ત ચૂંટણીમાં જીતી ગઇ હતી. જો કે 2019માં આ સત્તામાં નહી આવે કારણ કે આ સરકાર દરેક મોર્ચા પર નિષ્ફળ રહી છે.