દરેક સારા કામની શરૂઆત કરવા માટે લાભ પાંચમને ખાસ ગણવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરીને શરૂઆત કરવાથી વેપારમાં મનોવાંછિત લાભ મળે છે. તથા ઘરમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દિવસે નવા વહી ખાતા લખવાનો પ્રાંરભ કરવાનું પણ વિશેષ મહત્વ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વહી ખાતાનો આ રીતે કરવો પ્રારંભ
વહી ખાતામાં જમણે તરફ લાભ અને ડાબે તરફ શુભ લખવાથી જીવનમાં શુભતાનો સંચાર થાય છે. તેના બાદ પહેલા પાના પર વચ્ચે સ્વસ્તિકનું ચિન્હ બનાવીને કામકાજનો પ્રારંભ કરવામા આવે છે. આ દિવસ ખાસ કરીને ગુજરાતમાં શુભ તિથિ દીપ પર્વનો હિસ્સો માનવામાં આવે છે. એવુ માનવામા આવે છે કે, દિવાળીથી ગુજરાતી નવા વર્ષની શરૂઆતની સાથે જ લાભ-સૌભાગ્ય પંચમીનો દિવસ વેપારમાં પ્રગતિ માટે શુભ માનવામાં આવે છે. દીવાળીના પર્વ પર સુખ-શાંતિ અને ખુશાલીભર્યું જીવન જીવવાનું પ્રતિક હોવાને કારણે, તેને તમામ ઈચ્છાઓ પૂરી કરવા માટે શુભ અવસર માનવામાં આવે છે. આ કારણે જ જો સારી ભાવનાથી આ દિવસે વેપારની શરૂઆત કરવામા આવે તો વેપારમાં પ્રગતિ થાય છે. તેથી લાભ પંચમીના દિવસે નવા વહી ખાતા લખવાની શરૂઆત ભગવાન ગણેશના નામના સ્મરણ સાથે કરવામાં આવે છે. જેથી આવનારું જીવન સુખ-સમૃદ્ધિથી ભર્યુંભર્યું રહે. 


પાંત વિકારમાંથી મળે છે મુક્તિ
કાર્તિક શુક્લ પંચમી લાભ પંચમી, સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખાય છે. જૈન લોકો તેને જ્ઞાન પંચમી પણ કહે છે. વેપારી લોકો પોતાના ધંધાના મુહૂર્ત તથા સારા પ્રોજેક્ટના કામ લાભ પાંચમે જ કરે છે. લાભ પંચમીના દિવસે જે પણ ધંધો શરૂ કરવામાં આવે છે, તેમાં બહુ જ બરકત આવે છે. સંતો-મહાપુરુષોના માર્ગદર્શન અનુસાર ચાલવાનો નિશ્ચય કરવાથી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ પાંચ વિકારોમાંથી મુક્તિ મળે છે. આ કારણે જ તેને લાભ પાંચમ કહેવાય છે.