Gujarat Assembly Election 2022: પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પ્રચંડ જીત સુનિશ્ચિત કરનારા યુવા નેતા નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢા હવે ગુજરાતમાં ભાજપનો ખેલ બગાડશે. AAP એ રાઘવ ચઢ્ઢાને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સહ પ્રભારી બનાવ્યા છે. પંજાબમાં AAP ની જીતમાં રાઘવ ચઢ્ઢાની મહેનત રંગ લાવી હતી. રાજ્યમાં AAP એ 117માંથી 92 સીટ જીતીને 79 ટકા બહુમત મેળવ્યો હતો. આ જ કારણ છે કે રાઘવ ચઢ્ઢાને ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મહત્વની જવાબદારી સોંપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં સોંપાઈ મોટી જવાબદારી
રાઘવ ચઢ્ઢાએ દિલ્હી અને પંજાબ બંને જગ્યાએ મોટી જવાબદારી નિભાવી છે. પાર્ટી તેમને યુવાઓ વચ્ચે એક ખુબ લોકપ્રિય ચહેરા તરીકે પણ જુએ છે જેમને તે સારુ શિક્ષણ, નોકરી અને વેપારની તકો સાથે સારા ભવિષ્યના વચનો સાથે રજૂ કરી રહી છે. ગુજરાતમાં AA P માટે જીત પોતાની રાષ્ટ્રીય આકાંક્ષાઓને સાકાર કરવા માટે ખુબ મહત્વપૂર્ણ છે. પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ડેપ્યુટી સીએણ મનિષ સિસોદિયાએ પણ રાજ્યમાં અનેકવાર પ્રવાસ કર્યો છે. 


આ રીતે ભાજપને ઘેરી રહી છે AAP
ભાજપ અને એટલે સુધી કે ખુબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'રેવડી કલ્ચર' ના તીખા હુમલાનો સામનો કરતા પાર્ટીએ ગુજરાતમાં સત્તામાં આવતા તમામ માટે રોજગાર, મફત વીજળી અને પાણી તથા સ્વાસ્થ્ય તથા શિક્ષણ ક્ષેત્રોમાં સુધારના વચનો આપ્યા છે. AAP એ ગ્રામ પ્રધાનો માટે નિશ્ચિત પગારની પણ જાહેરાત કરી છે. કેજરીવાલ AAP ને ભાજપના મુખ્ય હરિફ તરીકે રજૂ કરે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube