ભાડે રહેતા લોકો માટે ખુબ જરૂરી માહિતી, કેમ 11 મહિના માટે થાય છે ભાડા કરાર? કારણ જાણી મગજ ચક્કર ખાઈ જશે
આપણા દશમાં મોટાભાગના લોકો રેન્ટ એગ્રીમેન્ટ સામાન્ય રીતે 11 મહિનાનો બનાવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે. તે આખા વર્ષ માટે કે પછી લાંબા સમય માટે કેમ બનાવવામાં આવતો નથી? જો તમારી પાસે તેનો જવાબ નથી તો અમે તમને આ અંગે વિસ્તારથી જણાવીશું.
Why Rent Agreement is Only for 11 Months: મોટાભાગે જોવા મળતું હોય છે કે અનેક લોકો અભ્યાસ કે નોકરી માટે પોતાના ઘરેથી દૂર બીજા શહેરોમાં રહેતા હોય છે અને તેમાંય મોટાભાગના તો ભાડા પર રહેતા હોય છે. એક ઘર ભાડે લેવા માટે ભાડુઆત અને મકાન માલિક વચ્ચે એક ભાડા કરાર થતો હોય છે. જેમાં બંને પક્ષના નામ, એડ્રસ, ભાડાની રકમ, વગેરે અનેક શરતો પણ સામેલ હોય છે. હવે તમે જોયું હશે કે આપણા દશમાં મોટાભાગના લોકો રેન્ટ એગ્રીમેન્ટ સામાન્ય રીતે 11 મહિનાનો બનાવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે. તે આખા વર્ષ માટે કે પછી લાંબા સમય માટે કેમ બનાવવામાં આવતો નથી? જો તમારી પાસે તેનો જવાબ નથી તો અમે તમને આ અંગે વિસ્તારથી જણાવીશું.
11 મહિનાનો જ રેન્ટ એગ્રીમેન્ટ કેમ?
તેની પાછળ એક મોટું કારણ રજિસ્ટ્રેશન એક્ટ 1908 છે. આ એક્ટની સેક્શન 17 મુજબ એક વર્ષથી ઓછાના લીઝ કરારને રજિસ્ટર કરાવવા જરૂરી નથી. તેનો અર્થ એ થયો કે જો ભાડાનો સમયગાળો 12 મહિનાથી ઓછો હોય તો રજિસ્ટ્રેશન કરાયા વગર કરાર થઈ શકે છે. તે મકાન માલિક અને ભાડુઆત એમ બંનેને સબ રજિસ્ટ્રારની ઓફિસમાં જવાથી અને રજિસ્ટ્રેશન ડ્યૂટીની ચૂકવણી કરાવવાની પરેશાનીમાંથી બચાવે છે.
આ પ્રકારે આ રીતની ફીથી બચવા માટે સામાન્ય રીતે 11 મહિનાનો રેન્ટ એગ્રીમેન્ટ થતો હોય છે. આ ઉપરાંત જો ભાડાનો સમયગાળો એક વર્ષથી ઓછો હોય તો સ્ટેમ્પ ડ્યૂટીથી પણ બચી શકાય છે. જેની ચૂકવણી ભાડા કરારના રજિસ્ટ્રેશન સમયે કરવી પડતી હોય છે આથી મકાન માલિક અને ભાડુઆત પરસ્પર રીતે લીઝને રજિસ્ટર ન કરાવવા માટે સહમત થાય છે.
શું એક વર્ષ કે તેનાથી વધુ વર્ષ માટે બનાવી શકાય ભાડાકરાર?
જો કે 11 મહિનાથી વધુ સમય કે તેનાથી ઓછા માટે પણ ભાડાકરાર થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ રેન્ટ એગ્રીમેન્ટ રજિસ્ટર કરાવે છે અને સ્ટેમ્પ ડ્યૂટી ભાડાની રકમ અને રેન્ટના સમયગાળાના આધારે નક્કી કરાય છે. ભાડાનો સમયગાળો જેટલો વધુ એટલી સ્ટેમ્પ ડ્યૂટી વધુ લાગશે. આથી જેટલા વધુ સમય માટે કરાર કરવામાં આવે પક્ષકારોએ એટલા વધુ પૈસા ચૂકવવા પડે છે. જ્યારે 11 મહિનાથી ઓછાનો કરાર હોય તો કોઈ ફી ચૂકવવી પડતી નથી હોતી.
મોટાભાગના રેન્ટ એગ્રીમેન્ટ 11 મહિના માટે કરાવવાની પાછળનું કારણ રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યૂટી જેવી અન્ય કાનૂની પ્રક્રિયાઓના ખર્ચ અને ભાગદોડથી બચવાનું હોય છે. તે જમીનદારો અને ભાડુઆતો માટે જરૂરી ફી વગર ભાડાનો કરાર કરવાનો એક સરળ અને સુવિધાજનક વિકલ્પ પ્રદાન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube