મુંબઇ : શિવસેનાએ સોમવારે આમ આદમી પાર્ટી (આપ)નાં દિલ્હીનાં 20 ધારાસભ્યોને લાભનું પદ ધારણ કરવા મુદ્દે અયોગ્ય ઠેરવવામાં ઉતાવળ કરવા મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા.  શિવસેનાએ કહ્યું કે, આ એક અભૂતપુર્વ ઘટના છે જેમાં પસંદ થયેલા ધારાસભ્યોને જથ્થાબંધ ભાવે અયોગ્ય જાહેર કરી દેવાયા. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સંકટનો સામનો કરી રહ્યા છે અને તેઓ ભ્રષ્ટાચારની વિરુદ્ધ અભિયાનનાં કારક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેનાએ પોતાનાં મુખપત્ર સામનાનાં સંપાદકીયમાં કહ્યું કે, એટલે સુધી કે આ મુદ્દાનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંજ્ઞાન લીધું અને ઇસીની ભલામણો અંગે પોતાની મંજુરીની મહોર લગાવી દીધી. સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીનાં પુર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષીતનાં કાર્યકાળમાં આ પ્રકારની ફરિયાદો આવી હતી અને એટલે સુધી કે હજી પણ કેટલાક રાજ્યોમાં હાલ પણ આ સમસ્યા છે, તેમ છતા પણ તેઓ પોતાનાં પદ પર છે.


સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, આપનાં 20 ધારાસભ્યોનાં મુદ્દે ચુંટણી પંચે ઉતાવળે કાર્ય કર્યું અને ધારાસભ્યોને પોતાનો પક્ષ રજુ કરવાની તક પણ ન આપવામાં આવી. આ પ્રકારનાં મંતવ્યો પુર્વ ઇસી અધિકારીઓની પણ છે કે, ચુંટણી પંચે આ મુદ્દે ઉતાવળ કરી છે. શિવસેનાએ કહ્યું કે, ઇસીએ ધારાસભ્યોની વિરુદ્ધ ફરિયાદનાં મુદ્દે પોતાનો આદેશ કોઇ સુનવણી કર્યા વગર કે 20 ધારાસભ્યોનો પક્ષ સાંભળ્યા વગર જ કર્યો જે અયોગ્ય છે.