આખી દુનિયા ડરે આ 13 નંબરથી! જાણો કેમ ઈમારતોમાં 13મો માળ અને હોટલમાં નથી હોતો રૂમ નંબર 13
13 નંબર (Number 13) ના આંકડાથી ભલભલાને ડર લાગતો હોય છે. દુનિયા આ આંકડાને અશુભ માને છે. કોઈ સારું કામ કરતા પણ વિચાર કરે છે. આ આંકડાથી આખરે ડરવા પાછળનું કારણ શું છે.
નવી દિલ્હી: 13 નંબર (Number 13) ના આંકડાથી ભલભલાને ડર લાગતો હોય છે. દુનિયા આ આંકડાને અશુભ માને છે. કોઈ સારું કામ કરતા પણ વિચાર કરે છે. આ આંકડાથી આખરે ડરવા પાછળનું કારણ શું છે. ભારત (India) માં જ નહીં દુનિયાભરના લોકોને 13 નંબરથી અજ્ઞાત ડર લાગે છે. ભારતમાં તો ઠીક પરંતુ દુનિયા આખી આ આંકડાને ખુબ જ અશુભ માને છે. લોકો આ આંકડાથી દૂર ભાગતા જોવા મળે છે. આવો આપણે જાણીએ કે આખરે આ આંકડાથી આટલું બધુ લોકો કેમ ડરે છે. તેની પાછળ એવું તે શું કારણ છે. એવું કયું રહસ્ય છૂપાયેલુ છે.
ખાસ કરીને પશ્ચિમી દેશોમાં 13 નંબરના આંકડાથી લોકો ડરતા જોવા મળે છે. અહીં તમને એક વસ્તુ જણાવીએ કે 13 નંબરના આંકડા વિશે વાત કરવાનો અર્થ એ ડરાવવાનું કે ભૂતપ્રેતની વાતો કરવાનો નથી. પરંતુ જે રહસ્યો છૂપાયેલા છે તેના વિશે અવગત કરવાનો છે. આવા રહસ્યો આપણે જાણીએ તો અનેક રીતે વિચારવા માટે મજબુર થઈએ છીએ કે દુનિયામાં શું શું જોવા મળે છે.
OMG! પતિને 'મર્દ' બનાવવા પત્નીએ પ્રાઈવેટ પાર્ટ પર નાખ્યું સ્પ્રે, પછી જે થયું...જાણીને હચમચી જશો
ઈશુ સાથે જોડાયેલું છે આ કારણ
કેટલાક રિપોર્ટ્સ મુજબ 13 નંબરને એટલા માટે અશુભ માનવામાં આવે છે કારણ કે ઈશુ ખ્રિસ્તની સાથે એક એવા વ્યક્તિએ વિશ્વાસઘાત કર્યો હતો જે તેમની સાથે રોજ રાત્રિભોજન કરતો હતો અને તે વ્યક્તિ 13 નંબરની ખુરશી પર બેઠો હતો. બસ ત્યારથી લોકોએ આ આંકને અપશુકનિયાળ માનવા માંડ્યો છે અને તેનાથી દૂર ભાગતા રહ્યાં છે.
સ્વિમિંગ કરતા હોવ તો ખાસ વાંચો...વ્યક્તિનો કાન જ બંધ થઈ ગયો, 3 દિવસ બાદ જે થયું જાણીને હોશ ઉડશે
એક પ્રકારનો ફોબિયા
મનોવિજ્ઞાને પણ 13 નંબરના આંકડાથી ડરવાને ટ્રિસ્કાઈડેકાફોબિયા (Triskaidekaphobia) કે થર્ટીન ડિજીટ ફોબિયા નામ આપ્યું છે. ડર એ હદે વધી ગયો કે તેના કારણે લોકોએ 13 નંબરનો ઉપયોગ કરવાનું જ બંધ કરી દીધુ. જો તમે ફોરેન ટ્રિપ પર ગયા હોવ અને તમે કોઈ હોટલમાં રોકાઓ અને ત્યાં તે સમયે તમને 13 નંબરનો રૂમ કે કોઈ ઈમારતમાં 13મો માળ જોવા ન મળે તો સમજી જવાનું કે હોટલનો માલિક 13 નંબરને અશુભ ગણે છે. આ ઉપરાંત તમને કોઈ બાર કે રેસ્ટોરામાં પણ 13 નંબરની ખુરશી જોવા મળશે નહીં.
આ ગામનું નામ જે સાંભળે તે શરમથી લાલચોળ થઈ જાય, લોકોએ કહ્યું- પ્લીઝ નામ બદલો
ભારતમાં પણ છે આ ચલણ
હવે સવાલ એ ઉઠે છે કે ભારતમાં આવું કેમ થાય છે? હકીકતમાં તમામ મોટી હોટલ કે ઈમારત ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે પશ્ચિમી દેશોની જેમ એશિયાઈ દેશોમાં પણ હોટલોમાં 13 નંબરના રૂમ બનાવવામાં આવતા નથી કે પછી કોઈ ઈમારતમાં 13મો માળ નહીં.
અત્યંત આઘાતજનક, કોલેજમાં સારા માર્ક્સ માટે વિદ્યાર્થીનીઓએ પ્રોફેસર્સ સાથે કરવું પડતું સેક્સ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube