ભારતમાં રેકડી પર સરળતાથી મળતા ફાસ્ટફૂડ ગોબી મંચુરિયન પર ગોવામાં મોટો વિવાદ છેડાઈ ગયો છે. સ્થિતિ એવી ઊભી થઈ છે કે માપુસામાં તો તેને બેન સુદ્ધા કરી નાખવામાં આવ્યું છે. રિપોર્ટ છે કે તેના પર વિવાદનું કારણ સ્વચ્છતાથી લઈને સિન્થેટિક કલરના ઉપયોગ જેવા કારણો હોઈ શકે છે. જો કે ગોવામાં આ પહેલા પણ ગોબી મંચુરિયન પર વિવાદ થઈ ચૂક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોવાના માપુસામાં ગોબી મંચુરિયનને સ્ટોલ અને કાર્યક્રમોમાં બેન કરી દેવાયું છે. કોર્પોરેટર તારક અરોલકરે ગત મહિને મંદિર કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે  ગોબી મંચુરિયન પર પ્રતિબંધ લગાવવો જોઈએ. ફ્યૂઝન ડિશ વિરુદ્ધ ઉઠાવવામાં આવેલી આ માંગણી પર સમગ્ર પરિષદ તરફથી પણ સહમતિ આવી હતી. 


વર્ષ 2022માં શ્રી દામોદર મંદિરના વાસ્કો સપ્ત મેળામાં પણ FDA એટલે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મોરમુગાઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગોબી મંચુરિયનના વેચાણ પર રોક લગાવવાનું કહ્યું હતું. FDA તરફથી ગોવાના અનેક મેળામાં લગાવવામાં આવેલા સ્ટોલ્સ ઉપર પણ સ્વચ્છતા મુદ્દે દરોડા પાડવામાં આવ્યા હતાં. 


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ MMC અધ્યક્ષ પ્રિયા મિશાલનું કહેવું છે કે કોર્પોરેટરોનું માનવું હતું કે વેન્ડર્સ સ્વચ્છ સ્થિતિમાં કામ કરતા નથી અને ગોબી મંચુરિયન બનાવવા માટે સિન્થેટિક કલર્સનો ઉપયોગ કરે છે. આ કારણે આ ડિશને બેન કરવાની માંગણી ઉઠી. તેમણે જણાવ્યું કે સ્ટોલની મંજૂરી લેવા આવેલા વેન્ડર્સને ગોબી મંચુરિયન વેચવાની ના પાડવામાં આવી હતી. અત્રે જણાવવાનું કે આ સિવાય પણ ગોબી મંચુરિયનમાં ઉપયોગમાં લેવાતા સોસ પણ સવાલના ઘેરામાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube