જાણો પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનની સોંપણીમાં શા માટે કલાકોનું મોડુ કર્યું...
બપોરના ત્રણ વાગ્યે સોંપવાના સમાચાર આવ્યા બાદ સતત મોડુ કરી રહેલ પાકિસ્તાને આખરે મોડી રાત્રે અભિનંદનની સોંપણી કરી હતી
નવી દિલ્હી : ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વતન વાપસી માટે સમગ્ર દેશ બપોરથી જ રાહ જોઇ રહ્યો હતો. બપોરે આશરે 3 વાગ્યે સમાચાર આવ્યા કે વિંગ કમાન્ડર ભારત-પાકિસ્તાન સીમા પર આવેલ વાઘા-અટારી બોર્ડર પર પહોંચી ચુક્યા છે, પરંતુ તેમને રાત્રે આઠ વાગ્યા સુધી ભારતને સોંપવામા આવ્યા નહોતા. આખરે 9 વાગ્યે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની પહેલી ઝલક જોવા મળી હતી.
ભારતના સિંહે દેશમાં પ્રથમ પગ મુકતાની સાથે જ આપ્યું આવુ રિએક્શન
અભિનંદનને સુપુર્દ કરવામાં આટલું મોડુ થવા પાછળ Zee Digital દ્વારા ભારતીય સેનાના સેવાનિવૃત અધિકારીઓ સાથે વાત કરવામાં આવી. વાતચીત દરમિયાન અમે ન માત્ર સોંપણીની સમગ્ર પ્રક્રિયા સમજી, પરંતુ મોડુ થવા પાછળના કારણો પણ સમજવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાના મેજર જનરલ (સેવાનિવૃત) અજય દાસે જણાવ્યું કે,
પાકિસ્તાને ફરી તોડ્યું સીઝફાયર, ભારતીય સેનાએ આપ્યો મુંહતોડ જવાબ
સોંપણી પહેલા બંન્ને દેશનાં અધિકારીઓ સામ સામે બેસીને નિશ્ચય કરે છે કે દુશ્મન દેશ પાસે રહેલ અધિકારીને કઇ બોર્ડરથી ભારતીય સેનાને સુપુર્દ કરવામાં આવશે. આ બેઠકમાં સોંપણીની તમામ શરતો અંગે પણ ચર્ચા થાય છે. આ બેઠક બાદ સામેનો દેશ કસ્ટડીમાં રહેલ સૈન્ય અધિકારીઓને રેડક્રોસને સોંપે છે. જેનાથી તેની સંપુર્ણ શારીરિક તપાસ પુર્ણ થઇ શકે. જો કે આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે, દુશમન સેનાની કસ્ટડીમાં હાજર સૈન્ય અધિકારીને રેડક્રોસ સોંપવામાં આવશે કે નહી, તે બંન્ને દેશની સંમતી પર નિર્ભર હોય છે. જો બંન્ને દેશ સીધી સોંપણી પર તૈયાર થાય તો રેડક્રોસ સોંપવાની જરૂર નથી.
પાક.ની નાપાક હરકત એક તરફ અભિનંદનની સોંપણી, બીજી તરફ ફાયરિંગ 4 જવાન શહીદ
દુશ્મન દેશની સેનાએ પુછપરછ માટે કસ્ટડીમાં રહેલ જવાનનો કોઇ પ્રકારનું ડ્રગ આપ્યું હતું. તે ઉપરાંત તેની સાથે કોઇ પણ પ્રકારનો શારીરિક કે માનસિક યાતનાઓ અપાઇ હતી ? પોતાની તપાસ પુર્ણ કર્યા બાદ રેડક્રોસ પોતાનો વિસ્તૃત રિપોર્ટ બનાવીને બંન્ને દેશનાં પ્રતિનિધિઓને સોંપે છે. ત્યાર બાદ સૈન્ય અધિકારીને તેને દેશને સુપુર્દ કરવામાં આવે છે.
આ સ્થિતીમાં આંતરરાષ્ટ્રીય મંચ પર જઇ શકે છે ભારત
સૈન્ય અધિકારીઓ દ્વારા અભિનંદનની ડી બ્રીફિંગ કરવામાં આવશે. તે દરમિયાન અભિનંદનને પાકિસ્તાનમાં પસાર કરેલ દરેકે દરેક પળની માહિતી મેળવવાનો પ્રયાસ કરાશે. ઉપરાંત તેની પુછપરછ કઇ કઇ એજન્સી દ્વારા કરવામાં આવી. પુછપરછ દરમિયાન તેમને શું પુછવામાં આવ્યું અને તેનાં તેમણે શું જવાબ આપ્યા વગેરેનો એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે સંરક્ષણ મંત્રાલયને સોંપવામાં આવશે. પુછપરછ દરમિયાન કંઇ પણ વિવાદાસ્પદ બાબત સામે આવે છે તો ભારત પોતાનો વિરોધ આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવી શકે છે.