હંમેશા યાદ રહે એટલે જ લેન્ડરનું નામ વિક્રમ છે : વિક્રમ એટલે કોણ એક અમદાવાદી, એક ગુજરાતી
Chandrayaan-3 મિશન સાથે બે શબ્દો વારંવાર સાંભળવામાં અને વાંચવામાં આવ્યા છે - લેન્ડર અને રોવર. ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ `વિક્રમ` અને રોવરનું નામ `પ્રજ્ઞાન` રાખવામાં આવ્યું છે. ચાલો જાણીએ `વિક્રમ` અને `પ્રજ્ઞાન` નો અર્થ શું છે?
India Lunar Mission: ભારતે આજે ઈતિહાસ રચ્યો છે. દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. આ ગર્વની ક્ષણે એ ના ભૂલો કે આ ઈતિહાસ રચવાની તક એ એક અમદાવાદી એક ગુજરાતીએ આપી છે. અવકાશ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈને આપણે એક ગુજરાતી અને અમદાવાદી તરીકે યાદ કરવા જોઈએ. 12મી ઑગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં જન્મેલા વિક્રમ સારાભાઈને ભારતીય 'અવકાશ-વિજ્ઞાનના પિતા' તરીકે ઓળખવામાં આવે છે. જેમણે ભારતની આઝાદી બાદ એ વખતના અભાવો અને ગરીબપણા વચ્ચે આ દેશને સ્પેસ રિસર્ચ સેન્ટર સ્થાપવા સુચન કર્યું હતું. આજે ચંન્દ્રયાન પર ઉતર્યું એ લેન્ડરનું નામ પણ વિક્રમ છે.
આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે... પીએમ મોદીએ ચંદ્રયાન-3ની સફળતા પર આપી શુભેચ્છા
ઈસરોએ આજે અમદાવાદી વિક્રમભાઈ સારાભાઈના નામને અમર બનાવી દીધું છે. ભારતે વિક્રમ લેન્ડર ચંન્દ્ર પર ઉતારી વિક્રમ સારાભાઈના નામને બહુમાન અપાવ્યું છે. ચંદ્રયાન જેવી વૈશ્વિક સિદ્ધિ હોય કે એકસાથે અનેક ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની વિક્રમજનક ઘટનાઓ, અંતરીક્ષ વિજ્ઞાનમાં આજે ઈસરોએ જે મુકામ હાંસલ કર્યો છે, એની પાછળ એક 'ગુજરાતી'ની મહેનત અને સૂઝ જવાબદાર છે.
Chandrayaan-3 LIVE Updates: ચંદ્ર પર ભારતનો વાગ્યો ડંકો, રચ્યો ઇતિહાસ, દેશમાં દિવાળી જેવો માહોલ
અંબાલાલ સારાભાઈ અને સરલાબહેન સારાભાઈના પુત્ર વિક્રમે અમદાવાદની ગુજરાત કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફિઝિક્સનો ઉચ્ચઅભ્યાસ કર્યો હતો. આજે વિક્રમ લેન્ડરે ચંન્દ્રયાન પર સોફ્ટ લેન્ડિંગ કરી એક ઈતિહાસ રચી દીધો છે. અગાઉ ઈસરોએ સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનને વિકાસ નામ આપી વિક્રમભાઈ સારાભાઈના યોગદાનને વધાવ્યું હતું.
Chandrayaan 3 Landing: ચંદ્ર પર લહેરાયો તિરંગો! ભારતે રચ્યો ઇતિહાસ, ભારત ચોથો દેશ
લેન્ડરનું નામ 'વિક્રમ' કેમ?
ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા કહેવામાં આવે છે. 'વિક્રમ' શબ્દનો અર્થ હિંમત અને બહાદુરી સાથે જોડાયેલો છે. ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરની મિશન લાઈફ એક ચંદ્ર દિવસની છે. તે લેન્ડ કરવા માટે ચંદ્રયાન-2ના સી-2 ઓર્બિટરની તસવીરોનો ઉપયોગ કરશે.
Chandrayaan 3 ના સફળતાપૂર્વક લેન્ડીંગ સાથે ભારતે રચ્યો ઇતિહાસ, જુઓ તસવીરો
રોવરને એટલા માટે આપવામાં આવ્યું 'પ્રજ્ઞાન' નામ
રોવરની વાત કરીએ તો ચંદ્રયાન-3ના રોવરનું નામ પ્રજ્ઞાન રાખવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે 'શાણપણ'. રોવરને આ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે રોવરને ચંદ્રની સપાટી પરની ઘણી વસ્તુઓ વિશે માહિતી એકત્ર કરવા માટે તેની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો પડે છે.
અમદાવાદમાં IIMની સ્થાપના
પરમાણુ ઉર્જા આયોગના ચેરમેન બન્યા બાદ તેમણે અમદાવાદના ઉદ્યોગપતિઓની મદદ લઈ IIMની સ્થાપના કરાવી. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનમાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી હતી. સેટેલાઈટ ઈંસ્ટ્રક્શનલ ટેલીવીઝન એક્સપેરિમેંટના લોન્ચમાં પણ તેમનો મહત્વનો ફાળો હતો. તેમણે 1966માં નાસા સાથે તેના માટે વાતચીચ પણ કરી હતી.
હોમી ભાભાએ રોકેટ લોન્ચિંગ સ્ટેશન માટે મદદ
ભારતના પરમાણુ વિજ્ઞાન કાર્યક્રમના જનક ડોક્ટર હોમી ભાભાએ ભારતમાં પહેલું રોકેટ લોન્ચિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં વિક્રમ સારાભાઈનું સમર્થન કર્યુ હતું. જેમાં પહેલી ઉડાન 21 નવેમ્બર 1963ના સોડિયમ વાષ્પ પેલોડ સાથે કરવામાં આવી હતી.
સેટેલાઈટ લોન્ચમાં ભૂમિકા
દેશના પહેલા સેટેલાઈટ આર્યભટ્ટના લોન્ચમાં પણ વિક્રમ સારાભાઈની મહત્વની ભૂમિકા હતી. નેહરુ વિકાસ સંસ્થાનના માધ્યમથી તેમણે ગુજરાતની ઉન્નતિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ દેશ તેમજ વિદેશના અનેક વિજ્ઞાન અને શોધ સંબંધી સંસ્થાઓના અધ્યક્ષ અને સભ્ય રહ્યા હતા.
PRLની સ્થાપના
વિક્રમ સારાભાઈ કેંબ્રિજ યૂનિવર્સિટીથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. તે પહેલા તેમણે ગુજરાત કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે અભ્યાસ બાદ ગુજરાતના અમદાવાદમાં જ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 28 વર્ષની હતી.
ભારતને આપી અમૂલ્ય ભેટ
ડોક્ટર વિક્રમ સારાભાઈ તેમના સમયના એવા ગણતરીના વૈજ્ઞાનિકોમાંથી એક હતા જે પોતાની સાથે કામ કરતા યુવા અને પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોને આગળ વધવામાં મદદ કરતા હતા. તેમણે ડોક્ટર અબ્દુલ કલામની કારર્કિદીની શરૂઆતમાં તેમની પ્રતિભા નિખારવામાં મદદ કરી હતી. ડો કલામએ પણ કહ્યું હતું કે તે આ ક્ષેત્રમાં નવા હતા ત્યારે તેમની પ્રતિભાને નિખારવામાં ડો સારાભાઈએ ખૂબ રસ લીધો હતો.
વિક્રમ સારાભાઈને અનેક પુરસ્કારો મળ્યા
ડો વિક્રમ સારાભાઈને 1962માં શાતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર મળ્યો હતો. તેમને 1966માં પદ્મ ભૂષણ અને 1972માં મરણોપરાંત પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 1971માં 30 ડિસેમ્બરે માત્ર 52 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું.