Wife Swapping: મહાનગરોમાં પડદા પાછળ છૂપાયેલી લાઈફ સ્ટાઈલની એક નવી હકીકત છે. જેને ખુલીને સ્વીકાર કરવામાં આવતો નથી કે ન તો સંપૂર્ણ રીતે ફગાવવામાં આવે છે. તાજેતરમાં કેરળમાં વાઈફ સ્વેપિંગના એક રેકેટનો પર્દાફાશ થયો હતો. જેમાં 7 લોકોની ધરપકડ પણ થઈ હતી. પોલીસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે પકડાયેલા લોકો એક ગ્રુપ બનાવીને વાઈફ સ્વેપિંગના ધંધાને અંજામ આપતા હતા. પરંતુ આખરે આ ભાંડો ફૂટી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ જ પ્રકારે બેંગ્લુરુમાં પણ વાઈફ સ્વેપિંગના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. જ્યારે બીકાનેરમાં વાઈફ સ્વેપિંગ પાર્ટીમાં જવાની પત્નીએ ના પાડતા વ્યક્તિએ તેની પત્નીની પીટાઈ કરવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલો પોલીસ સુધી પહોંચ્યો ત્યારે બધુ બહાર પડ્યું. એ જ પ્રકારે યુપીના મુઝફ્ફરનગરમાં પણ આવો જ એક કેસ સામે આવ્યો હતો અને ત્યારબાદ ખુબ હંગામો મચ્યો હતો. 


મહાનગરોથી નાના શહેરો સુધી
એક જાણકારી મુજબ હાલના દિવસોમાં મોટા શહેરોમાં હાઈ સોસાયટીથી લઈને નાના શહેરો સુદ્ધામાં પત્નીઓની અદલાબદલીનું ચલણ જોવા મળી રહ્યું છે. રિલેશનશિપ સંલગ્ન મામલાઓનું કાઉન્સિલિંગ કરનારા એક્સપર્ટ સાયકોલોજિસ્ટ ડો. ઈશિતા મુખર્જીના જણાવ્યાં મુજબ વાઈફ સ્વેપિંગ આપણા શહેરી કામકાજી લાઈફ સ્ટાઈલનું એક કડવું સત્ય છે. જેનાથી ઈન્કાર કરી શકાય નહીં. 


વિયાગ્રાથી નિપજ્યું મોત! પાર્ટીમાં દારૂ પીધા બાદ વિયાગ્રાની 2 ટેબલેટ ખાઈ લીધી


રંગમાં ભંગ પાડશે વરસાદ? હવામાન ખાતાની આગાહીએ ચિંતા વધારી


આ ગામનું નામ જે પણ સાંભળે તે શરમથી પાણી પાણી થઈ જાય, લોકોની માંગણી- પ્લીઝ નામ બદલો


કેવી રીતે થઈ શરૂઆત
એવું કહેવાય છે કે સેકન્ડ વર્લ્ડ વોરનો સમય હતો. અમેરિકન ફાઈટર પાઈલટ અનેક મોરચે યુદ્ધ કરી રહ્યા હતા. પત્નીઓ દરરોજ તેમના ફાઈટર પતિઓને ગુડલક કિસ આપીને વિદાય આપતી હતી. પરંતુ તેમને એ વાતનો ભરોસો નહતો કે તેઓ રાતે તેમના પાર્ટનરને કિસ કરી શકશે કે નહીં. એવું કહેવાય છે કે આવી હાલતમાં કેટલાક ફાઈટર પાઈલટોએ એક રાતની 'ચેન પાર્ટી' રાખી. પાર્ટીમાં પાઈલટોએ પોતાની કારની ચાવીઓ બોક્સમાં રાખી દીધી. જે પાઈલટના હાથમાં બીજા પાઈલટની ચાવી આવી તેમણએ તે રાત તેની પત્ની સાથે વિતાવી. એવું કહેવાય છે કે અહીંથી જ વાઈફ સ્વેપિંગનો પાયો પડ્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube