Chhath Puja 2021: છઠ પૂજામાં મહિલાઓ નાક સુધી લાંબુ સિંદૂર કેમ લગાવે છે? ખાસ જાણો કારણ
ધાર્મિક માન્યતાઓ મુજબ માંગમાં સિંદૂર ભરવું સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.
નવી દિલ્હી: આસ્થાનું મહાપર્વ છઠના ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય અપાઈ. આ સાથે જ ચાર દિવસસુધી ચાલનારા છઠ પર્વનું સમાપન થઈ ગયું. આજે સવારથી જ ઘાટો પર શ્રદ્ધાળુઓ પહોંચવા લાગ્યા. છઠ પૂજાના અંતિમ દિવસને ઉષા અર્ધ્યનો દિવસ પણ કહેવાય છે. તેને પારણા પણ કહે છે. કારણ કે આ દિવસે ઉગતા સૂર્યને અંજલિ આપ્યા બાદ છઠ વ્રતના પારણા કરાય છે. સંતાનોના લાંબા આયુષ્ય માટે ઉજવવામાં આવતું આ છઠનું પર્વ દેશ દુનિયામાં ઉજવાય છે. આ પર્વમાં વ્રત રાખનારી મહિલાઓ માથાથી નાક સુધી લાંબુ સિંદૂર લગાવતી જોવા મળે છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે આમ કેમ કરવામાં આવે છે.
સૌભાગ્યનું પ્રતિક છે સિંદૂર
ધાર્મિક માન્યતાઓ મુજબ માંગમાં સિંદૂર ભરવું સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. છઠ પૂજામાં પણ મહિલાઓ સિંદૂર લગાવે છે. કહેવાય છે કે વિવાહિત મહિલાઓએ સિંદૂર લાંબુ અને એવી રીતે લગાવવું જોઈએ કે બધાને દેખાય. આ સિંદૂર માથાથી શરૂ થઈને જેટલી લાંબી માંગ હોય ત્યાં સુધી લગાવવું જોઈએ. આ જ કારણ છે કે વ્રત રાખનારી મહિલાઓ આ પર્વમાં નાકથી લઈને માથાની માંગ સુધી લાંબુ સિંદૂર લગાવે છે.
સંતાન-સુહાગની લાંબી ઉંમરની કામના
છઠ પૂજામાં સંતાન ઉપરાંત સુહાગની લાંબી ઉંમરની કામના પણ કરાય છે. આ જ કારણ છે કે આ પર્વમાં વિધિ વિધાનથી પૂજા સાથે જ સિંદૂરનું પણ ખુબ મહત્વ માનવામાં આવ્યું છે. પતિ અને બાળકોની મંગળકામના માટે મહિલાઓ 36 કલાકનું નિર્જળા વ્રત રાખે છે.
આજે વ્રતનું સમાપન
છઠ પર્વના છેલ્લા દિવસે સવારથી જ પટણા, દિલ્હી, ગાઝિયાબાદમાં લોકો નદીના ઘાટો પર પહોંચવાના શરૂ થઈ ગઆ. અનેક જ્ગ્યાઓ પર શ્રદ્ધાળુઓ તેમના પરિવાર સાથે નદી કિનારે બેસીને ઉગતા સૂરજની રાહ જોતા હોય છે. સૂર્ય ઉગતા જ અર્ધ્ય અર્પિત કરાય છે અને ત્યારબાદ વ્રત રાખનારાઓ એકબીજાને પ્રસાદ આપીને વડીલોના આશીર્વાદ લે છે. આશીર્વાદ લીધા બાદ વ્રતીઓ પોતાના ઘરે પહોંચે છે અને પાણીથી પોતાનું 36 કલાકનું કઠોર વ્રત ખોલે છે. એવી માન્યતા છે કે વિધિ વિધાનથી પૂજા કરવાથી અને અર્ધ્ય આપવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂરી થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube