નવી દિલ્હી : મોબાઇલ ફોન લોકોનાં જીવનમાં કેટલી હદે સંબંધોને વધારે મજબુતાઇથી મુકવા લાગ્યા છે તેનું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે એક પત્નીએ પોતાનાં પતિને મોબાઇલનો પાસવર્ડ નહી કહેવાના કારણે જીવતો સળગાવી દીધો. આગનાં કારણે ખુબ જ દાઝી ગયેલા વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમગ્ર મુદ્દે ઇન્ડોનેશિયાનાં વેસ્ટ નુસા તેંગારા વિસ્ટારમાં ઇસ્ટ લોમ્બાક રીજેન્સીનો છે. અહીં રહેતી ઇલ્હામ ચહયાની (25)એ પતિ ડેડી પૂરનામાં (26)નો કોઇ વાત મુદ્દે તેના મોબાઇલનો પાસવર્ડ માંગ્યો હતો. ડેડીએ જ્યારે પાસવર્ડ આપ્યો તો પત્ની ઝગડવા લાગી હતી. વિવાદ એટલો વધી ગયો કે  પતિએ પત્ની પર હાથ ઉઠાવી દીધો હતો. જેના કારણે ગિન્નાયેલી પત્નીએ ઘરમાં રહેલું પેટ્રોલનું કેન તેના પર ઢોળી દીધું અને આગ લગાવી દીધી હતી. 

મીડિયા રિપોર્ટ્સનાં અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ આગની જ્વાળાઓ જોઇને દંપત્તીને ઘર તરફ ભાગ્યા, પરંતુ ત્યાં સુધી ડેડી નામનો વ્યક્તિ ખુબ જ સળગી ચુક્યો હતો. ત્યાર બાદ ઝડપથી તેની આગ બુઝાવીને તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં બે દિવસ સુધી ચાલેલી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. પોલીસે જણાવ્યું કે, આગથી સળગેલા ડેડી પુરનામાની બોડીનો ઉપરનો હિસ્સો બચાવવા માટેના અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તેને અસફળતા જ મળી હતી. ઇસ્ટ લોમ્બાક રીજેન્સી વિસ્તારમાં પોલીસે મૃતકની પત્નીની ધરપકડ કરી છે. સાથે જ આ મુદ્દે તપાસ ચાલુ કરી દીધી છે.