દરેક દંપત્તિએ જાણવા જેવી વાત, આવા કેસમાં પત્ની પતિ પર ભરણ પોષણ માટે દાવો કરી શકે નહીં
પતિએ દાવો કર્યો હતો કે લગ્ન થયાના થોડા સમયમાં જ પત્ની કોઈ પણ કારણ આપ્યા વગર જતી રહી હતી. તે જ્યારે પણ તેને પાછું આવવા માટે કહેતો તો તે બહાના કરીને ટાળી દેતી હતી. થોડા સમય પછી પત્નીએ રાંચીની ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી કરી. કોર્ટે એ માન્ય રાખીને પતિને દર મહિને 15000 રૂપિયા આપવાનો આદેશ પણ કર્યો. આવામાં પતિએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
પતિથી અલગ રહેતી પત્ની અને ભરણપોષણના કેસમાં ઝારખંડની હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે પરિણીતાને જો પતિ કોઈ પણ જાતની કનડગત ન કરતો હોય, સાસરિયા પણ ત્રાસ ન આપતા હોય અને છતાં પણ જો પત્ની પોતાની મરજીથી પતિથી જુદા રહેવાનું નક્કી કરે તો એવા કિસ્સામાં ભરણ પોષણનો દાવો પત્ની કરી શકે નહીં.
ફેમિલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો
ઝારખંડની હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સુભાષ ચંદ્રની બેન્ચે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. કેસની વિગતો કઈક એવી છે કે રાંચીમાં હેતા અમિત કચ્છપ નામના વ્યક્તિએ રાંચી ફેમિલી કોર્ટના 2017ના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પતિએ દાવો કર્યો હતો કે લગ્ન થયાના થોડા સમયમાં જ પત્ની કોઈ પણ કારણ આપ્યા વગર જતી રહી હતી. તે જ્યારે પણ તેને પાછું આવવા માટે કહેતો તો તે બહાના કરીને ટાળી દેતી હતી. થોડા સમય પછી પત્નીએ રાંચીની ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી કરી. કોર્ટે એ માન્ય રાખીને પતિને દર મહિને 15000 રૂપિયા આપવાનો આદેશ પણ કર્યો. આવામાં પતિએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
રંજનબેનનો વિવાદો સાથે નાતો! એકાએક મોદી સરકારના આ નેતાનું વડોદરા સીટ માટે નામ ઉછળ્યું
કારણ વગર અલગ રહે પત્ની તો દાવો ન કરી શકે
હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને ચુકાદો આપ્યો કે કારણ વગર પતિથી અલગ રહેતી પત્ની ભરણ પોષણનો દાવો કરી શકે નહીં. પતિ કે સારિયાઓએ ત્રાસ આપીને ઘરેથી કાઢી મૂકી હોય તેવા કેસોમાં ભરણપોષણની અરજી માન્ય ગણી શકાય. પરંતુ જો કોઈ જ કારણ ન હોય તો આ રીતે ઘર છોડીને ગયેલી પત્નીને ભરણ પોષણ આપી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે પત્ની દ્વારા એવા કોઈ પુરાવા રજૂ કરાયા નથી જેમાં પતિનો કે પરિવારનો ત્રાસ હોય અને ઘર છોડવું પડ્યું હોય તેવું સાબિત થાય. પત્નીએ રજૂ કરેલા પુરાવા તદ્દન વિરોધાભાસી છે આથી ફેમિલી કોર્ટનો ભરણ પોષણનો આદેશ રદ કરી દેવાયો છે.
માર્ચના પહેલા જ દિવસે મોંઘવારીનો ઝટકો, LPG સિલિન્ડરમાં ભાવ વધારો ઝીંકાયો, જાણો રેટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube