Trending Video : હાલમાં જ એક પતિ પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે. પતિને ખબર ન પડે તે રીતે પત્નિ તેના બોય ફ્રેન્ડ સાથે ફરવા નીકળી હતી. એટલામાં પતિ પણ તેમની નાની પુત્રીને લઇને પત્ની પાસે પહોંચ્યો હતો. જ્યાં જોયું તો પત્ની તેના બોયફ્રેન્ડ સાથે સ્કૂટી પર જઇ રહી હતી.  આ જોઇને પતિએ પત્નીને હાઇવે પર જ સ્કૂટી રોકવા બૂમો પાડવાનું શરૂ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્નિ બાઇક પર બોયફ્રેન્ડ સાથે ફરવા નીકળી હતી. પત્નીએ ચોરીછૂપી કરેલા આ કારસ્તાનથી તેને ખબર ન હતી કે, પતિ આવી જશે. પતિ આવ્યો, અને તેણ પત્નીનો બોયફ્રેન્ડ સાથેનો વીડિયો બનાવ્યો છે. રસ્તા પર પતિ-પત્નીની બબાલનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.


પતિની પાછળ બેઠેલા વ્યક્તિએ મહિલા અને તેના બોયફ્રેન્ડનો વીડિયો મોબાઇલ કેમેરામાં કેદ કર્યો. રસ્તા પર પતિ બૂમો પાડતો હોવાથી પસાર થતા લોકો સ્થળ પર એકઠા થઇ ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. 



સમગ્ર ઘટના અંગે માહિતી મળતા પોલીસ પહોંચી હતી.. પોલીસે મહિલાના પતિ અને બોયફ્રેન્ડને શાંતિ ભંગની કલમ હેઠળ ચલણ ફટકાર્યું અને વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. 


મળતી માહિતી અનુસાર એક દાયકા પહેલા તેમના લગ્ન થયા હતા અને બન્નેને એક પુત્રી પણ છે. જો કે, પતિને શંકા હતી કે, મહિલાને કોઇ સાથે આડા સંબંધ છે. જે વાતને લઇને અવારનવાર ઝઘડા પણ થતા હતા. આખરે પત્નીની શંકા પ્રતીતિમાં ફેરવાઇ ગઇ અને પત્નિ તેના બોયફ્રેન્ડ સાથે રંગે હાથે પકડાઇ હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.