એક હાથીના ડરથી રાંચીમાં કલમ 144 લાગી, 12 દિવસમાં 16 લોકોને કચડી માર્યા
Jharkhand: ટોળામાંથી વિખુટા પડેલા હાથીએ 2 દિવસમાં આઠ લોકોના જીવ લઈ લીધા. હવે નવી ઘટના ઝારખંડની રાજધાની રાંચીની છે. અહીં ટોળામાંથી વિખુટા પડેલા 5 લોકોને કચડી નાખ્યા, જેમાંથી ચાર લોકોના મોત થયા છે.
રાંચીઃ ઝારખંડમાં ગજરાજનો આતંક જોવા મળ્યો છે. ટોળામાંથી વિખુટા પડેલા હાથીએ 12 દિવસમાં 16 લોકોના જીવ લીધા છે. નવો મામલો ઝારખંડની રાજધાની રાંચીનો છે. અહીં ટોળામાંથી વિખુટા પડેલા હાથીએ 5 લોકોને કચડી નાખ્યા, જેમાંથી 4 લોકોના મોત થયા છે. 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે જેની સારવાર રિમ્સમાં ચાલી રહી છે. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા 12 દિવસમાં હજારીબાગ, રામગઢ, ચતરા, લોહરગદા અને રાંચી જિલ્લામાં હાથીએ 16 લોકોને કચડીને મારી નાખ્યા છે. ઝારખંડના લોહરદગા, હજારીબાગ, ગઢવા, લાતેહાર, ચાઈબાબા અને હવે રાંચીમાં હાથીઓનું તાંડવ જોવા મળ્યું છે.
ઇટકી પ્રખંડમાં વિખુટા પડેલા હાથીનું તાંડવ
પ્રાપ્ત જાણકારી અનુસાર રાંચીના ઇટકી પ્રખંડમાં હાથીએ 5 લોકોને કચડી નાખ્યા. તેમાં સુખવીર ઉરાંવ, ગોવિંદા ઉરાંવ, પુનિયા દેવી અને રાખવા દેવીનું મોત થઈ ગયું જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત એતવા ઉરાંવની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા વન વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. બીજીતરફ હાથી દ્વારા 4 લોકોને કચળી મારવાની ઘટના બાદ ગ્રામીણો ભેગા થઈ ગયા છે.
આ પણ વાંચોઃ અગ્નિપથ ભરતીના નિયમોમાં મોટો ફેરફાર, ITI-પોલિટેક્નિક પાસ યુવાનો પણ કરી શકશે અરજી
ઇટકીમાં એસડીઓએ લાગૂ કરી કલમ 144
ઉલ્લેખનીય છે કે તંત્રએ પહેલાં રાંચીના ઇટકી વિસ્તારમાં હાથીના ટોળામાંથી વિખુટા પડેલો હાથી ફરવાની જાણકારી મળી છે. સંભવિત ખતરાને જોતા રાંચી સડીઓએ ઇટકીમાં આગામી આદેશ સુધી કલમ 144 લાગૂ કરી છે. લોકોને ઘરમાંથી બહાર અને સુમસામ જગ્યાએ જવાની મનાઈ કરવામાં આવી છે. આ વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. બીજીતરફ ઘટનાસ્થળ પર લોકોની ભીડ તંત્રની મુશ્કેલી વધારી શકે છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે હાથીના આસપાસ જવું નહીં. તેને ભગાડવાનો પ્રયાસ ન કરો. તેનાથી હાથી વધુ ઉગ્ર થઈને નુકસાન પહોંચાડી શકે છે.
મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત
લોહરદગામાં વન વિભાગના કર્મી કિશોર નંદકુમારે જણાવ્યુ કે મૃતકોના પરિવારજનોને વન વિભાગ તરફથી તત્કાલ 25-25 હજાર રૂપિયા આપવામાં આવશે. તમામ દસ્તાવેજીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરિવારને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
આ પણ વાંચોઃ ફેબ્રુઆરીમાં તાપમાનનો પારો ઉંચકાયો, ખેડૂતો થઈ જાય એલર્ટ! હવામાન વિભાગની એડવાઇઝરી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube