Fourth Covid Wave: શું દેશમાં આવશે કોરોનાની ચોથી લહેર? આઈઆઈટી કાનપુરે આપી મહત્વની જાણકારી
Fourth Covid Wave update: ઝી ન્યૂઝ સાથે વાત કરતા પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે કહ્યુ કે, દેશમાં જો કોરોનાની ચોથી લહેર આવે તો લોકોએ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે જો ચોથી લહેર આવશે તો ત્રીજી લહેર કરતા ઓછા સમય માટે આવશે અને ઓછી ઘાતક હશે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડ્યા બાદ તમામ ગતિવિધિઓ ફરી શરૂ થઈ ગઈ છે. પરંતુ દુનિયાના અનેક દેશોમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે. હવે ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA.2 એ ચિંતા વધારી છે. નિષ્ણાંતોનું માનવું છે કે ઓમિક્રોનનો સબ વેરિએન્ટ BA.2 અને વધુ સંક્રામક છે. વિશ્વ આરોગ્ય સંસ્થા તેને લઈને ચેતવણી જાહેર કરી ચુક્યુ છે. તેને જોતા દેશના લોકોને ચોથી લહેરનો ડર લાગી રહ્યો છે. આ વચ્ચે આઈઆઈટી કાનપુર તરફથી ચોથી લહેરને લઈને સારા સમાચાર આવ્યા છે. ગણિતીય મોડલના આધાર પર કોરોનાનો સટીલ અંદાજ આપનાર આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે કહ્યુ કે, દેશમાં કોરોનાની ચોથી લહેરની આશંકા નથી.
ઝી ન્યૂઝ સાથે વાત કરતા પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે કહ્યુ કે, દેશમાં જો કોરોનાની ચોથી લહેર આવે તો લોકોએ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે જો ચોથી લહેર આવશે તો ત્રીજી લહેર કરતા ઓછા સમય માટે આવશે અને ઓછી ઘાતક હશે. તેમણે કહ્યું કે દેશમાં 90 ટકાથી વધુ લોકોમાં હવે ઇમ્યુનિટી ડેવપોલ થઈ ગઈ છે. મહત્વનું છે કે પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે કોરોનાની પ્રથમ, બીજી અને ત્રીજી લહેરની ગણિતીય મોડલના આધાર પર સટીક ભવિષ્યવાણી કરી હતી. હવે પ્રોફેસરનું કહેવું છે કે આંકડા પ્રમાણે ચોથી લહેરની આસંકા નથી. પરંતુ વાયરસના મ્યૂટેન્ટમાં ફેરફાર આવે તો આ સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે.
આ પણ વાંચોઃ દિલ્હીઃ ભાજપ અને આપના કોર્પોરેટરો વચ્ચે મારામારી, વાયરલ થયો વીડિયો
હાલમાં દેશના જાણીતા વિષાણુ વૈજ્ઞાનિક ડો. ટી જૈકબ જોને પણ કહ્યુ હતુ કે તેમને વિશ્વાસ છે કે દેશમાં હવે મહામારીની ચોથી લહેર સામે નહીં આવે, જ્યાં સુધી વાયરસનું કોઈ અનપેક્ષિત સ્વરૂપ સામે ન આવે. આ સાથે તેમણે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ખતમ થવાનો દાવો પણ કર્યો હતો.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વિષાણુ વિજ્ઞાનમાં આધુનિક સંશોધન કેન્દ્રના પૂર્વ ડાયરેક્ટર ટી જૈકબ જોને કહ્યુ કે, વિશ્વાસની સાથે તે કહી શકાય કે વૈશ્વિક મહામારીની ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે અને દેશ એકવાર ફરી સ્થાનિક બીમારીના તબક્કામાં પ્રવેશ કરી ગયો છે. તેમણે કહ્યું- મારી અંગત અપેક્ષા અને મત છે કે ચાર સપ્તાહથી વધુ સમય સુધી સ્થાનિક બીમારીના તબક્કામાં રહેશે. ભારતમાં તમામ રાજ્યોમાં આ પ્રકારની પ્રવૃત્તિ મને આ વિશ્વાસ અપાવે છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં ત્રણેય કોર્પોરેશનનો વિલય કરવાનું બિલ લોકસભામાં રજૂ, અમિત શાહે આપ સરકાર પર લગાવ્યો આરોપ
વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી ચેતવણી
તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર BA.2 પોતાના આનુવંશિક અનુક્રમમાં BA.1 થી ખુબ અલગ છે. તેમાં સ્પાઇક પ્રોટીન અને અન્ય પ્રોટીનાં કેટલાક અમીનો એસિડનું અંતર સામેલ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા તરફથી કહેવામાં આવ્યું કે શરૂઆતી આંકડા જણાવે છે કે BA.2 સ્વાભાવિક રૂપથી BA.1 ની તુલનામાં વધુ સંક્રામક પ્રતીત થાય છે. આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી હતી કે કોરોનાના વધતા કેસ ન માત્ર ચીન કે યુરોપ સુધી સીમિત રહેશે, કારણ કે BA.2 વેરિએન્ટ પહેલાથી અનેક દેશોમાં હાજર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube