શું `બહુરૂપિયા` કોરોના વાયરસ પર કારગર થશે અલગ-અલગ દેશમાં બની રહેલી વેક્સીન?
દુનીયાભરમાં તબાહીનો સબબ બનેલો કોરોના વાયરસ પોતાનું રૂપ બદલી રહ્યો છે. પરિવર્તન જીવિત પ્રાણીઓમાં આ વાયરસ હોય છે, પરંતું જે રીતે અને જે ગતિએ કોરોના વાયરસ પોતાને બદલી રહ્યો છે, એટલું પરિવર્તન બીજા કોઈ વાયરસમાં જોવા મળ્યું નથી.
નવી દિલ્હી: દુનીયાભરમાં તબાહીનો સબબ બનેલો કોરોના વાયરસ પોતાનું રૂપ બદલી રહ્યો છે. પરિવર્તન જીવિત પ્રાણીઓમાં આ વાયરસ હોય છે, પરંતું જે રીતે અને જે ગતિએ કોરોના વાયરસ પોતાને બદલી રહ્યો છે, એટલું પરિવર્તન બીજા કોઈ વાયરસમાં જોવા મળ્યું નથી. ભલે તે એચઆઈવી વાયરસ હોય કે પછી હેપેટાઈટિસ. આ જ કારણ છે કે વિભિન્ન સરકારી અને ગેર સરકારી સંસ્થાઓ મળીને ભારતને કોરોના સંક્રમણ અને વાયરસના જીનોમ પર રિસર્ચ કરી રહી છે, જેથી એ જાણી શકાય કે આ વાયરસમાં કેટલું પરિવર્તન આવી રહ્યું છે અને આ પરિવર્તન કેટલું ઘાતક સાબિત થઈ શકે છે કેમકે કોવિડ -19 ને લઈને સવાલ વધુ છે અને જવાબ ખૂબ ઓછા છે.
કેટલાક હેરાન કરી દેનાર સવાલ:
તમિલનાડૂ અને ગુજરાત બન્નેમાં કોરોના સંક્રમણના દર્દી 12000 થી વધૂ છે પરંતુ તમિલનાડૂમાં મરનારના આંકડા 100થી ઓછા છે અને ગુજરાતમાં 700 ની પાર છે કેમ? તેની પાછળ કારણ છે કે ભારતના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસના જિનોમ અલગ અલગ છે. એટલે આ વાયરસ રોગ પ્રતિશોધક ક્ષમતા ઓછી હોવા છતા પણ બાળકો માટે ઓછો ઘાતક અને ઘરડા લોકો માટે વધુ ધાતક છે. ત્યારે મલેરિયા અને એચઆઇવીની દવાઓ જયપૂરના દર્દીઓ પર કામ કરી જાય છે પરંતુ દિલ્હીના દર્દીઓ પર નહી. આ બધા સવાલોના જવાબ જણવા માટે અખિલ ભારતીય સ્તર પર જિનોમ અનુસંધાન કરવામાં આવી રહ્યાં છે.
આ વાતી વધુ સંભાવના છે કે જો કોરોનાને લઈને કોઈ દવાઓ કે વેક્સીન બને છે તો દૂનિયાના એક ખૂણે તે ફાયદાકારક થઈ શકે છે, જ્યારે બીજી જગ્યાએ નહી, એ પણ સંભવ છે કે જે દવાઓ અમેરિકા અને યૂરોપના દર્દીઓ પર કારગર સાબિત થાય છે, તે ભારતીય દર્દીઓ પર બેઅસર થઇ જાય. એટલા માટે ભારતના અંદર એનસીડીસીની મદદથી કોવિડ સેમ્પલની તપાસ કરીને એ નક્કી કરવામાં આવી રહ્યું છે કે હિંદુસ્તાનમાં કોરોના વાયરસ અલગ અલગ સ્થાનો પર કેટલા મ્યૂટેટ એટલે કે બદલવા કરી ચૂક્યા છે.
સીએસઆઇઆરની ચીફ વૈજ્ઞાનિક મિતાલી મૂખર્જીના જણાવ્યા મુજબ, જેમ માનવ શરીર ડીએનએથી બનેલું છે, તેમ કોવિડ -19 વાયરસ આરએનએ (RNA) થી બનેલો છે. જ્યારે એક સંક્રમિત વ્યક્તિ બીજા વ્યક્તિ સુધી કોરોના વાયરસનું સક્રમણ આપે છે ત્યારે તેનામાં કઈકને કંઈક પરિવર્તન આવી જાય છે. આ પરિવર્તન પર શોધ કરવામાં આવી રહી છે, જેથી એ નક્કી કરી શકાય કે ક્યાક કોરોના વાયરસની બીજી વેબ જોવા તો નહી મળેને, ક્યાંક દક્ષિણ કોરિયાના તર્ક પર ભારતના સાજા થયેલા દર્દીઓ ફરી પાછા કોરોના ગ્રસ્ત તો નહી થઈ જાય ને અને સૌથી મોટી વાત કે કયા પ્રકારના દર્દી પર કઈ દવા સંક્રમણ સામે લડવામાં કારગર સાબિત થશે.
કોરોના સૂક્ષ્મજીવો થી પણ ઝડપથી બદલી રહ્યો છે. કોવિડ 19ના જિનોમા દરેક વખત નવા વ્યક્તિને સંક્રમિત કરીને તે બદલાઈ જાય છે, એટલા માટે CSIR ની આ શોધથી એ સાફ થઈ જશે કે શું ખરેખર અમેરિકા અને બ્રિટેનમાં બનનાર દવાઓ અને વેક્સીન, ભારતના કોરોના સંક્રમિત દર્દીઓ માટે કારગર છે કે નહી.