નવી દિલ્હીઃ કૃષિ કાયદાની વાપસીને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ આપેલું વચન શિયાળુ સત્રના પ્રથમ દિવસે પૂરુ થઈ ગયું છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ કૃષિ કાયદાની વાપસીનું બિલ પાસ થઈ ગયું છે. વિપક્ષના હંગામા વચ્ચે આ બિલને મંજૂરી મળી છે. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષરની સાથે કાયદાની વાપસીની ઔપચારિકતા પૂરી થઈ જશે. આ કાયદાની વાપસી બાદ સવાલ ઉઠી રહ્યા છે કે શું કિસાન આંદોલનકારી હવે ઘરે પરત ફરી જશે કે આંદોલન યથાવત રાખશે. પરંતુ રાકેશ ટિકૈત સહિત ઘણા કિસાન નેતાઓએ તત્કાલ વાપસીની વાતનો ઇનકાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાકેશ ટિકૈતે કહ્યુ કે, અમારી મુખ્યમાંગ એમએસપી કાયદો છે. તેના પર સરકાર કોઈ કાર્યવાહી કે વાતચીત કરતી જોવા મળી રહી નથી. તેમણે કહ્યું કે, તેના પર સરકાર આગળ વધે તો પછી અને આંદોલનની વાપસી પર વિચાર કરી શકે છે. 


લોકસભામાં પણ પાસ થઈ ચુક્યુ છે બિલ
આ પહેલા ત્રણ વિવાદિત કૃષિ કાયદાની વાપસી સંબંધિત બિલને આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વિપક્ષના હંગામા વચ્ચે બિલ ગૃહમાં રજૂ કર્યુ હતું. ત્યારબાદ બિલ નિચલા ગૃહમાં પાસ થઈ ગયું હતું. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ આ બિલ પર ગૃહમાં ચર્ચાની માંગ કરી હતી. આ પણ વાંચોઃ ઓમિક્રોનથી હડકંપ! બોસ્તવાનાથી ભારત આવેલી મહિલા ગૂમ, પ્રશાસનના હોશ ઉડ્યા


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં દેશને સંબોધિત કરતા આ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે કિસાનોને આ બિલના ફાયદા સમજાવવામાં નિષ્ફળ રહ્યાં. 


કૃષિ કાયદા પર કોંગ્રેસનું સંસદ ભવન પરિસરમાં પ્રદર્શન
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં પાર્ટીના સાંસદોએ વિવાદાસ્પદ કૃષિ કાયદા વિરુદ્ધ સોમવારે સંસદ ભવન પરિસરમાં પ્રદર્શન કર્યુ હતું. પરિસરમાં લાગેલી મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ એકત્રિત કોંગ્રેસી સભ્યો હાથમાં એક બેનર લઈને ઉભા હતા જેમાં અંગ્રેજીમાં લખ્યું હતું કે, અમે કાળા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરીએ છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube