ચંડીગઢ: 79 વર્ષના કેપ્ટન અમરિન્દર સિંહ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ હવે શું કરશે તે મોટો સવાલ છે? શું અમરિન્દર સિંહ ભાજપ સાથે જશે? અમરિન્દર સિંહના તાજેતરના દિલ્હી પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. હવે જ્યારે અમરિન્દર સિંહે સીએમ પદ છોડી દીધુ છે તો એવી અટકળો થઈ રહી છે કે તે ભાજપ જોઈન કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કેપ્ટન અને ભાજપ એક બીજા માટે વિકલ્પ?
જો કે ખેડૂત આંદોલનને લઈને ભાજપ વિરુદ્ધ પંજાબમાં શરૂ થયેલી મુહિમમાં કેપ્ટન અમરિન્દર સિંહની સૌથી મોટી ભૂમિકા જરૂર હતી. બીજી બાજુ ભાજપ પાસે હાલ પંજાબમાં કોઈ મોટો ચહેરો નથી. આવામાં પંજાબમાં કેપ્ટન અને ભાજપ એકબીજા માટે યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે છે. કેપ્ટન અમરિન્દર પણ રાષ્ટ્રવાદને લઈને પ્રખર છે અને ભાજપ પણ રાષ્ટ્રવાદની રાજનીતિ કરે છે. 


જો કેપ્ટન ભાજપ સાથે જશે તો તેમણે આંદોલનકારી ખેડૂતોના ગુસ્સાનો સામનો કરવો પડશે અને જલદી મોદી સરકારને મનાવીને ખેડૂતોના હકમાં નિર્ણય કરાવવો પડશે. 


કેપ્ટનના પીએમ મોદી સાથે છે સારા સંબંધ
જો કે તેમણે ભાજપમાં જવાની સંભાવનાઓને સંપૂર્ણ રીતે ફગાવી નથી. અકાલી દળના અલગ થયા બાદ પંજાબમાં ભાજપ એકલું પડ્યું છે. ખેડૂતોના આંદોલનના કારણે પંજાબમાં ભાજપનો જનાધાર પણ ઘણો ખરો સમેટાયો છે. એમા કોઈ શક નથી કે કેપ્ટનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સારા સંબંધ  રહ્યા છે. 


રાજકારણથી લઈને ખેલના મેદાન સુધી ઉથલપાથલ....એક જ અઠવાડિયામાં 3 દિગ્ગજોના રાજીનામા પડ્યા


શું કેપ્ટન આમ આદમી પાર્ટી સાથે જશે?
અમરિન્દર સિંહ આમ આદમી પાર્ટી સાથે જોડાય તેની સંભાવના ખુબ ઓછી છે કારણ કે કેપ્ટન અમરિન્દર સિંહે અનેકવાર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર રાજનીતિક પ્રહારો કર્યા છે. આ સાથે જ કેપ્ટન ક્યારેય નહીં ઈચ્છે કે તેમના જૂનિયર નેતા તેમની ઉપર હોય. 


શું અમરિન્દર સિંહ પોતાની પાર્ટી બનાવશે?
કેપ્ટન અમરિન્દર સિંહ એક સમયે અકાલી દળમાં પણ રહી ચૂક્યા છે. 1982માં તેઓ અકાલી દળથી અલગ થયા હતા ત્યારબાદ પોતાની અલગ પાર્ટી બનાવી હતી. જો કે 1988માં તેમણે પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કર્યો હતો. કેપ્ટન પોતાની પાર્ટી બનાવીને ચૂંટણીના મેદાનમાં ઉતરે તેની શક્યતા હાલ તો ઓછી જોવા મળી રહી છે કારણ કે આ ઉંમરે પોતાની પાર્ટી બનાવવી અને તેને ચલાવવી કેપ્ટન માટે સરળ નહી રહે. 


Punjab ના નવા મુખ્યમંત્રી કોણ? આજે થનારી ધારાસભ્ય દળની બેઠકમાં થશે નિર્ણય


પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહે અકાલી દળ વિરુદ્ધ દાયકાઓથી રાજનીતિ કરી છે. રાજનીતિના જાણકારોના જણાવ્યાં મુજબ આવી સ્થિતિમાં કેપ્ટન માટે અકાલી દળ વિકલ્પ ન હોઈ શકે. 


હાલ કેપ્ટન અમરિન્દર સિંહની નજર એ વાત પર છે કે કોંગ્રેસ હાઈકમાન મુખ્યમંત્રી કોને બનાવે છે. નવા મુખ્યમંત્રીનો ચહેરો સામે આવ્યા બાદ જ કેપ્ટન આગળ કોઈ નિર્ણય લેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube